ગાંધીના ગુજરાતમાં ખુદ PSI દ્વારા દારૂબંધીના ધજાગરા, સોશિયલ મીડિયામાં ફોટો વાઈરલ
રાજ્યના દારૂબંધીના ખુદ PSI દ્વારા જ લીરેલીરા ઉડાડતો ફોટો સોશિયલ મીડિયામ

રાજ્યના દારૂબંધીના ખુદ PSI દ્વારા જ લીરેલીરા ઉડાડતો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે. સોશિયલ મીડિયામાં દારૂની બોટલ સાથે મૂક્યો ફોટો.
દરબારગઢ ચોકીના PSI વી.આર.ગામેતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર દારૂની બોટલ સાથે સ્ટોરી અપલોડ કરી હતી. જેની સાથે "જીના હૈ તો હસકે જીઓ, જીવન મેં એક પલ ભી રોના ના" એવું ગીત પણ મૂક્યું હતું. આ ઘટના બાદ થોડીવાર રહીને એમણે આ સ્ટોરી ડીલિટ પણ કરી દીધી હતી. પીએસઆઈએ મુકેલ સ્ટોરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.
એસ.પી.ને આ બાબતે જાણ થતાં કહ્યું, "તપાસ કરી આગળ લેશું પગલા"






