મોરબી: માળિયામાં બુટલેગરના ઘર પર દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો, 5 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ
રાજ્યમાં ફરી એક વખત બુટલેગરો બેફામ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. મો

રાજ્યમાં ફરી એક વખત બુટલેગરો બેફામ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. મોરબીના માળિયામાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલા પોલીસ જવાન પર બુટલેગર અને પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક અહેવાલ અનુસાર મોરબીના માળિયાના ખિરઈ ગામે હિસ્ટ્રીશિટર બુટલેગરના ઘરે તપાસ દરમિયાન હુમલો થયો હતો.
5 પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત
મૂમાંભાઈ રબારી,
જયપાલસિંહ ઝાલા,
ઉપેન્દ્ર સિંહ,
ફતેહસિંહ,
વનરાજસિંહ,
યાસીન સીડી
ઘટનામાં પાંચ પોલીસ કર્મી ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હુમલો કરી હિસ્ટ્રીશીટર ઈકબાલ મોવર સહિત પરિવાર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
હુમલાબાદ આરોપી ઈકબાલ મોવર ફરાર
હુમલાબાદ આરોપી ઈકબાલ મોવર સાગરિતો સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.








