ઉધના ખાતે 'ક્રિષ્ના ડાઇંગ મિલ'માં બોઇલર ફાટ્યા બાદ લાગી આગ, 4 શ્રમિકો દાઝી ગયા, ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

સુરતમાં ઔદ્યોગિક સલામતી સામે વધુ એક ગંભીર સવાલ ઊભો કરતી ઘટના બની છે. ઉધના ખાતે આવેલા રોડ નંબર 2 પર ધમધમતી 'ક્રિષ્ના ડાઇંગ મિલ'માં બોઇલર ફાટવાની દુર્ઘટના સર્જાઈ છે. બોઈલર ફાટ્યા બાદ મિલમાં આગ ભભૂકી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.
ચાર જેટલા શ્રમિકો દાઝી ગયા
આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સમગ્ર મિલ પરિસરમાં અફરાતફરી અને ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો, જેની સાથે જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બોઇલર બ્લાસ્ટની ચપેટમાં આવી જવાથી ચાર જેટલા શ્રમિકો ગંભીરરૂપે દાઝી ગયા છે, જેને પગલે તેમને તાત્કાલિક ધોરણે યોગ્ય સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.





