મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બે યુવાનો અને અમરેલીમાં એક કિશોરનું ડૂબી જવાથી મોત

અમરેલીના સાવરકુંડલા અને સુરતના મહુવામાંથી ડૂબી જવાથી મોતના બનાવ સામે આવ્યા છે. સુરતમાં બે યુવાનો અને&

સુરતમાં બે યુવાનો અને અમરેલીમાં એક કિશોરનું  ડૂબી જવાથી મોત

અમરેલીના સાવરકુંડલા અને સુરતના મહુવામાંથી ડૂબી જવાથી મોતના બનાવ સામે આવ્યા છે. સુરતમાં બે યુવાનો અને  અમરેલીમાં એક કિશોરનું  ડૂબી જવાથી મોત થયું છે. 

સાવરકુંડલાના શેલણા ગામમાં તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત 

સાવરકુંડલાના શેલણા ગામમાં લગભગ ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સાવરકુંડલાના ઠવી ગામના આ યુવકની ઓળખ વિક્રમ જયસુખ કુકાવા તરીકે ઓળખ થઈ છે. યુવક પોતાના ફોઈના ઘરે શેલણા ગામે આવ્યો હતો. જ્યાં લગભગ ત્રણ વાગ્યાની આસપાસ બે-ત્રણ બાળકો ન્હાવા માટે પડ્યા હતાં. તે દરમિયાન આ કિશોર લપસીને તળાવમાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ સહિત મોટી સંખ્યામાં લોકો તળાવે પહોંચી ગયા હતાં. જોકે, એકાદ કલાકની મહેનત છતાં કિશોર ન મળતાં તાત્કાલિક અમરેલી ફાયર વિભાગની ટીમને સંપર્ક કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો : અમરેલીના બગસરામાં સુડાવડ ગામના યુવકની છરીના ઘા મારી જાહેરમાં હત્યા

ફાયર વિભાગની ટીમની એક કલાકની મહેનત બાદ કિશોરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં તેને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં યુવકનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર ફાઇટર, સાવકુંડલા મામલતદાર અને પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. સમગ્ર ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 

સુરતમાં અંબિકા નદીમાં ડૂબી જવાથી બે મિત્રના મોત

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા બે મિત્ર રોશન પટેલ અને વિરલ ખલાસી સાંબા ગામે તેમના મામાને ત્યાં ખેતીના કામકાજ માટે આવ્યા હતા. ખેતીના કામકાજ બાદ બપોરે તેમના પિતરાઈ ભાઈઓ સાથે બંને જણા સાંબા ગામે આવેલી અંબિકા નદી પરના બામણીયા ભૂત મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પાછા ફરતા સમયે તેઓ નદીમાં નાહવા પડ્યા હતા. નાહીને બહાર નીકળતા સમયે બંને પૈકીના એક યુવકનો પગ લપસી જતાં તે નદીના પાણીના ઊંડા ખાડામાં ડૂબી ગયો હતો. તેને બચાવવા જતાં અન્ય યુવક પણ પાણીમાં ઊતરતાં તે પણ ઊંડા વહેણમાં તણાયો હતો.

આ પણ વાંચો : જામનગરમાં યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરનાર 3 મુસ્લિમ યુવકોની પોલીસે કરી ધરપકડ

બંને યુવક અંબિકા નદીના પાણીમાં ગરકાવ થતાં ભારે હોહા વચ્ચે સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં શોધખોળ ચાલુ કરી હતી. પણ નદીમાં ડૂબનાર બંને યુવાનની કોઈ ભાળ ન મળતાં ઘટના અંગે બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરાતાં ઘટના સ્થળે પહોંચેલી બારડોલી ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયોએ ભેગા મળી ગણતરીના કલાકોમાં નદીમાં 27 વર્ષના રોશન પટેલ અને 35 વર્ષના વિરલ ખલાસીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો