જામનગરમાં યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરનાર 3 મુસ્લિમ યુવકોની પોલીસે કરી ધરપકડ

Jamnagar News : જામનગરમાં 3 મુસ્લિમ યુવકોએ એક યુવતી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ ત્રણેય નરાધમો સામે સીટી એ ડિવિઝન પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરીને દુષ્કર્મ આચરનાર ત્રણેય યુવકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : રાજકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ, સફાઈ કામદારે બનાવી હવસનો શિકાર
યુવતીને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ
પીડિતા યુવતી આ ત્રણ આરોપીઓમાંથી એક હુસેન ગુલમહમ્મદના ઘરે ઘરકામ કરવા જતી હતી. આરોપીએ યુવતીના સ્નાન કરતી વખતેના નગ્ન અવસ્થામાં ફોટા પાડ્યાં હતા અને વિડીયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી હતી અને બાદમાં હુસેન ગુલમહમ્મદ, તેનો મિત્ર અમીરખાન જાફરખાન જોરાવર અને ફૈઝલ લતિફ દરવાને વારંવાર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ આચરનાર ત્રણેય યુવકોની ધરપકડ
પોલીસે દુષ્કર્મ આચરનાર ત્રણેય યુવકો હુસેન ગુલમહમ્મદ, અમીરખાન જાફરખાન જોરાવર અને ફૈઝલ લતિફ દરવાનની ધરપકડ કરી છે. આ ત્રણ સિવાય આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસનો મુખ્ય આરોપી હુસેન ગુલમહમ્મદ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના પર એક NDPSનો કેસ અને ગેરકાયેદસર હથિયાર રાખવાનો કેસ નોંધાયેલો છે.

