મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

થર્ટી ફર્સ્ટને લઈને સુરતમાં ચાંપતો બંદોબસ્ત, સંવેદનશીલ જગ્યાઓએ પેટ્રોલિંગ વધારી દેવાયું

સુરત શહેર પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને તમામ પોઈન્ટ અને તમામ સંવેદનશીલ જગ

થર્ટી ફર્સ્ટને લઈને સુરતમાં ચાંપતો બંદોબસ્ત, સંવેદનશીલ જગ્યાઓએ પેટ્રોલિંગ વધારી દેવાયું

સુરત શહેર પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને તમામ પોઈન્ટ અને તમામ સંવેદનશીલ જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે સરથાણા પોલીસ તથા પુણા પોલીસ સહિતના વિસ્તારોમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અત્યારથી પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ સુરતના તુંડી ગામે નિવૃત આર્મીમેનના પુત્રએ કર્યુ ફાયરિંગ, નજીવી બાબતે ગોળીઓ છૂટતા ચારને ઈજા

સૂચના આપવામાં આવી

પોલીસ સ્ટેશન ખાતે હોટલ માલિકો અને ફાર્મ હાઉસનાં માલિકોને બોલાવી અને હોટલમાં જે કોઈ આવે તેના પૂરાવા લઈ અને યોગ્ય ચકાસણી કરીને જ રૂમ આપવી અને પાર્કિંગ અને કાઉન્ટર અને જ્યાં જરૂર પડે ત્યાં કેમેરા લગાડવા અને ફાર્મ હાઉસના માલિકોને જે પાર્ટી માટે આવતા હોય તેઓની યાદી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. ફાર્મ હાઉસમાં કોઈ ગેર પ્રવૃત્તિઓ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને લસકાણા ચેક પોસ્ટ સીમાડા અને રેસમાં ચોકડી, અવધૂત નગર ચોકડી એવી સરથાણા અને પુણાગામ વિસ્તારમાં આવતી તમામ ચાર રસ્તા ઓ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

બંદોબસ્ત વધારી દેવાયો

સરથાણા પીઆઈએ કહ્યું કે, થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ કમિશનરની સૂચના પ્રમાણે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. હોટલથી લઈને ફાર્મ હાઉસ સહિતની જગ્યાઓ પર પેટ્રોલિંગ થઈ રહ્યું છે. હનુમાન યુવા કથા ચાલી રહી હોવાથી ત્યાં મોટી સંખ્યામાં બંદોબસ્ત કરાયો છે. પ્રાહિબિશનને લઈને અવાવરું જગ્યાએ પણ સખત રીતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો