મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખુશખબર! GSRTC કર્મચારીઓના ખાતામાં આવશે અધધ રૂપિયા, જાણો કેટલા ટકા વધ્યું મોંઘવારી ભથ્થું?

ખુશખબર! GSRTC કર્મચારીઓના ખાતામાં આવશે અધધ રૂપિયા, જાણો કેટલા ટકા વધ્યું મોંઘવારી ભથ્થું?

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના લાખો કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી. વિભાગના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં 2 ટકાનો સાનુકૂળ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.

મોંઘવારી ભથ્થું વધીને 60 ટકા થયું

મળતી માહિતી અનુસાર, મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા 2 ટકાના વધારા સાથે હવેથી એસ.ટી. વિભાગના કર્મચારીઓને 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી એસ.ટી. વિભાગના કર્મચારીઓના માસિક પગારમાં સારો એવો વધારો જોવા મળશે, જે મોંઘવારીના વર્તમાન સમયમાં કર્મચારીઓ માટે મોટો આર્થિક ટેકો સાબિત થશે. આ ઉપરાંત, કર્મચારીઓને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો