મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના તુંડી ગામે નિવૃત આર્મીમેનના પુત્રએ કર્યુ ફાયરિંગ, નજીવી બાબતે ગોળીઓ છૂટતા ચારને ઈજા

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તુંડી ગામે ફાયરિંગની ઘટના બની હતી. નજીવી બાબતે થયેલી બાબલમાં સિક્યુરિટી ચલા

સુરતના તુંડી ગામે નિવૃત આર્મીમેનના પુત્રએ કર્યુ ફાયરિંગ, નજીવી બાબતે ગોળીઓ છૂટતા ચારને ઈજા

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તુંડી ગામે ફાયરિંગની ઘટના બની હતી. નજીવી બાબતે થયેલી બાબલમાં સિક્યુરિટી ચલાવતા નિવૃત આર્મીમેનના પુત્રએ ફાયરિંગ કરતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

આ પણ વાંચોઃ સુરતમાં ઉત્તરાયણ અગાઉ ઘાતક દોરી બની રહી છે હથિયાર, બાઈક સવારનું ગળું કપાતા 20 ટાંકા લેવાયા

ક્રિકેટની રમતમાં થયો ઝઘડો

મળતી વિગતો મુજબા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ટૂંડી ગામે દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટની રમત બાબતે આયોજન કરવામાં આવ્યું હતું. રમતા રમતા વિકાસ નામના યુવકની અન્ય લોકો સામે ઝઘડો થયો હતો. આ ઝઘડો લોહિયાળ બન્યો હતો. બે જૂથ સામ સામે આવી ગયાં હતાં. જેમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા અને એક્સ આર્મી મેનના પુત્ર વિકાસ તોમરએ ડર ઉભો કરવા પિતાની બંદૂક લઇ સામે આવ્યો હતો. બાદમાં એકાએક ફાયરિંગ કર્યુ હતું.

ફાયરિંગથી મચી ભાગદોડ

દ્વારકેશ સોસાયટીમાં લોકટોળુ વિકાસના બંગલોઝમાં મારવા માટે પહોંચ્યું હતું.વિકાસે લોક ટોળું જોઈને પોતાના પિતાની સિક્યોરિટી સર્વિસની બંદૂક વિકાસ તોમરએ લાવતા લોકોએ બંદૂક છીનવી ફાયરિંગ કરતા લોકટોળામાં ભાગદોડ મચી જવા પામી હતી. અંધાધૂંધ ફાયરિંગમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. જેથી ઘટનાને પગલે પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો