મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehsana/ તાજી જન્મેલી ત્રણ બાળકીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ ગેંગરીન, એક બાળકીનો હાથ કાપવાની નોબત

મહેસાણા જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલની સારવારને કારણે ચોંકાવનારી અને દુઃખદ ઘટના સ

મહેસાણા જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલની સારવારને કારણે ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. તાજી જન્મેલી ત્રણ બાળકીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેમને ગેંગરીન (Gangrene) થયું હોવાનું બહાર આવ્યું છે.

વિજાપુરની બાળકીને હાથ કાપવાની સલાહ

મળતી માહિતી મુજબ, આ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામની એક બાળકીને અત્યંત ગંભીર ગેંગરીન થઈ ગયું છે. ખાનગી હોસ્પિટલમાંથી બાળકીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અમદાવાદ સિવિલના તબીબોએ બાળકીનો ગેંગરીનથી અસરગ્રસ્ત હાથ કાપી નાખવાની સલાહ આપી હતી, જેથી પરિવાર બાળકીને લઈને પરત ફર્યો હતો.

જોકે, વહીવટી તંત્રને આ ઘટનાની જાણ થતાં, ગેંગરીનમાં પીડાતી આ બાળકીને હાલમાં વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

એક બાળકીનું મોત, અન્ય સારવાર હેઠળ

આ સમગ્ર કેસમાં ત્રણ બાળકીઓ સારવાર હેઠળ હતી. જેમાંથી એક બાળકીનું દુઃખદ મોત નિપજ્યું છે. બીજી એક બાળકી મહેસાણા સ્થિત અન્ય એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  આ મામલે હોસ્પિટલની સારવારની ગુણવત્તા અને બેદરકારી પર ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો