Mehsana: બે તસ્કરોએ વેરાઈ માતાજીના મંદિરમાં આભૂષણોની કરી ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
મહેસાણાના વીરતા ગામમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં રાત્રે
મહેસાણાના વીરતા ગામમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં રાત્રે બે તસ્કરો ત્રાટક્યા હતા અને માતાજીના આભૂષણો અને તેમના પાદુકાની ચોરી કરી હતી. આ સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
મળતી માહિતી અનુસાર વીરતા ગામે ગત રાત્રે 12 વાગ્યે બે તસ્કરો ગામમાં આવ્યા હતા, ત્યાં વેરાઈ માતાના મંદિરના ગર્ભ ગૃહના બંધ દરવાજાના તાળા તોડી મંદિરમાં ઘુસ્યા હતા. આ દરમિયાન માતાજીને અર્પણ કરવામાં આવેલ લાખોના આભૂષણો તસ્કરો ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે.
CCTV કેમેરામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, એક તસ્કર મંદિરની બહાર વોચ રાખવા ઉભો હતો અને બીજા તસ્કરે મોઢે નકાબ બાંધી ગર્ભગૃહમાં પ્રવેશ કરીને માતાજીની કિંમતી પાદુકા આભૂષણો, તેમજ ચાંદીના છત્રની ચોરી કરી રહ્યો છે.






