મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ દિવાલ સાથે લગાવેલા બામ્બુને પકડી પહેલા માળે પહોંચી ચોરી કરનારો પાંચ વર્ષે ઝડપાયો

સુરતમાં હાલ પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે લિંબ

સુરત/ દિવાલ સાથે લગાવેલા બામ્બુને પકડી પહેલા માળે પહોંચી ચોરી કરનારો પાંચ વર્ષે ઝડપાયો

સુરતમાં હાલ પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં 1.51 લાખની ચોરીના ગુનામાં નાસતા ફરતાં આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. આમીર ઉર્ફે સુલતાન મંસુરીની બાતમી આધારે ટેક્નિકલ વર્ક-આઉટના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે.

ચોરી કરી વતન ભાગી ગયો હતો

સુલતાન મંસુરીએ સાગરિતો સાથે લિંબાયત, સંજયનગર, શ્રીરામ ચોક પાસે ઘરનં-૯૫ માં દિવાલ સાથે લગાવેલા બામ્બુને પકડી પહેલા માળે ગયા હતાં. બાદમાં મકાનમાથી એક લાખ રોકડા તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ 1.51 લાખની ચોરી કરી હતી. આ ગુનામા તેમનો એક મિત્ર પકડાઈ ગયો હતો. બાદમાં પોતે વતન ખાતે ભાગી ગયો હતો. થોડા સમય બાદ ફરી સુરત ખાતે આવી રહેવા લાગ્યો હતો. 

અગાઉ પણ કરી હતી ચોરી

આમીર ઉર્ફે સુલતાન હૈદરઅલી શેખ અલ્લારખા મન્સુરીના મકાનમાં ભાડેથી,રામનગર, મન્સુરીહોલ,લિંબાયત ખાતે રહેતો હતો. અગાઉ પણ ચોરી કરતાં ઝડપાયો હતો. સલાબતપુરા અને પુણા વિસ્તારમાં ચોરી કરતાં ઝડપાયો હતો. આ બન્ને પોલીસ સ્ટેશન સિવાય પણ આમીરે કરેલા ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો