મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોલીસ સ્ટેશન સહિત અનેક સ્થળો પર ગુંડાગીરી કરી આતંક મચાવતી ગેંગ આખરે ઝડપાઈ

કચ્છ જિલ્લામાં માંડવી પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર ડી.ડી.શિમ્પી દ્વારા માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમા

પોલીસ સ્ટેશન સહિત અનેક સ્થળો પર ગુંડાગીરી કરી આતંક મચાવતી ગેંગ આખરે ઝડપાઈ

કચ્છ જિલ્લામાં માંડવી પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર ડી.ડી.શિમ્પી દ્વારા માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ કે જેઓ સીન્ડીકેટ બનાવી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે તેમના સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત કંન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ મુજબ શિક્ષા

મુખ્ય આરોપી પુનશી આલા ગઢવી પોતાની ટોળકી સાથે પોલીસ પર હુમલો, સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી, સરકારી કર્મચારીઓ ઉપર હુમલો, સાર્વજનિક મિલ્કતને નુકશાન કરનાર તેમજ વારંવાર હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરીને સાથે મળી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડીકેટ મુજબના ગુનાઓ આચરતા હતા જેથી આ તમામ આરોપીઓ ધી ગુજરાત કંન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C) હેઠળ કરાઈ છે ધડપકડ.

આ પણ વાંચો : મોટું કૌભાંડ: નકલી પાસથી માફિયાઓ આ રીતે કરે છે ગેરકાયદેસર ખનીજ પરિવહન

માંડવી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો

4 આરોપીઓએ 16 નવેમ્બરની મધરાત્રે માંડવી પોલીસ સ્ટેશનમાં તલવાર, ફરસી, છરી અને ધોકા સાથે ધસી જઈ, પોલીસ સ્ટેશનમાં ઉત્પાત મચાવીને પીએસઓ અને હેડ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં પોલીસે મુખ્ય આરોપી પુનશીના મિત્ર એવા વોન્ટેડ બૂટલગેરની કરેલી ધરપકડની અદાવત, તથા હરિ ગઢવી સાથે થયેલાં સાયબર ફ્રોડના આરોપીને પોલીસ પકડતી ના હોવાના મુદ્દે પુનશી અને તેનો નાનો ભાઈ હરિ ગઢવી સાથે તેની ગેંગના અન્ય બે આરોપી શામળા થારુ ગઢવી અને ગોપાલ રામ મીંઢાણી સાથે મળી ચારે જણે પોલીસ સ્ટેશનમાં હંગામો કર્યો હતો. 

વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો

આ ગુના અંતર્ગત માંડવી પોલીસ સ્ટેશનમાં હત્યાનું કાવતરું રચીને ઘાતક હથિયારો સાથે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોલીસ કર્મચારીઓની હત્યાનો પ્રયાસ કરી ફરજમાં રૂકાવટ કરીને તથા બારીમાં તોડફોડ કરી જાહેર મિલકતમાં નુકસાન કરવા સહિતની ફરિયાદ નોંધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પુનશી ગઢવી તેની સિન્ડીકેટ બનાવીને ઓર્ગેનાઈઝ્ડ ગુનાખોરી કરતો હોવાના આધાર પર પોલીસે પુનશી સહિત તેની ગેંગને ગુજસીટોકમાં ફીટ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓના ભોજનમાં છાશવારે આવતી જીવાત મામલે સમરસ હોસ્ટેલમાં મીડિયા પ્રતિબંધ

આરોપીઓ 

(1) પુનશી આલા ગઢવી 

(2) હરી આલા ગઢવી

(3) શામળા થારૂ ગઢવી 

(4) ગોપાલ રામ મીઢાણી 

પુનશી આલા ગઢવી વિરૂદ્ધ 11 જેટલા ગુનાઓ

આ પણ વાંચો : વડોદરામાં એક શખ્સે જાહેરમાં કર્યો હત્યાનો પ્રયાસ, અંતે સીટી પોલીસે વરઘોડો કાઢ્યો

મુખ્ય આરોપી પુનશી આલા ગઢવી પોતે તથા પોતાના ટોળકીના માણસો સાથે મળી એક બીજાના સંકલનમાં રહી મેળાપીપણું કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે સંગઠીત ગુનેગારોની ટોળકી બનાવી માંડવી પોલીસ સ્ટેશનમાં તથા પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લાના અન્ય પોલીસ સ્ટેશનો તથા રાજયના અને જીલ્લાઓમાં પણ ગુનાઓ કરેલ છે. મુખ્ય આરોપી પુનશી આલા ગઢવી વિરૂદ્ધ માંડવી, માનકુવા, ભુજ,પાલનપુર, ગાંધીધામ પોલીસ સ્ટેશન ખાતે મળીને કુલ 11 જેટલા ગુનાઓ નોંધાયેલ છે.

આ સમાચાર શેર કરો