Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : A man attempted murder publicly in Vadodara

વડોદરામાં એક શખ્સે જાહેરમાં કર્યો હત્યાનો પ્રયાસ, અંતે સીટી પોલીસે વરઘોડો કાઢ્યો

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2024
લાઇવ ટીવીGoogle News
વડોદરામાં એક શખ્સે જાહેરમાં કર્યો હત્યાનો પ્રયાસ, અંતે સીટી પોલીસે વરઘોડો કાઢ્યો

વડોદરા શહેરમાં સિટી પોલીસ મથકની હદમાં આવેલા યાકુતપુરા વિસ્તારમાં પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો હતો. સીટી પોલીસે આરોપીનો વરઘોડો કાઢી વિસ્તારમાં ફેરવ્યો અને જાહેરજનતાના મનમાંથી અસામાજિક તત્વોના ખોફને દુર કરવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો.

App Store

આ પણ વાંચો : કાંકરિયા કાર્નિવલ: 7 દિવસમાં 200 કલાકારો, અઢળક નવી સ્પર્ધા, વર્કશોપ અને ગેમ્સ

થયું એવું કે નિઝામુદ્દીન સૈયદના યુવકે 20 નવેમ્બરના રોજ યાકુતપુરાના ભીડભાડવાળા વિસ્તારમાં અન્ય શખ્સ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે તેના પર તવાઇ કરી આરોપીને શબક શીખવવા સીટી પોલીસે કડકાઇ દાખવી અને તેનો વરઘોડો કાઢી તેવા લોકોનો ખોફને દુર કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : VIDEO: રાજકોટમાં છરીના ઘા ઝીંકનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ, જાહેરમાં મંગાવી માફી

રાજકોટમાં પણ આ પ્રકારની જ એક ઘટના બની હતી જેમાં પોલીસ દ્વારા આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. સાકીરખાન પઠાણ દ્વારા શુક્રવારના રોજ ખત્રીવાડ વિસ્તારમાં દિપાંકર બંગાળી નામક વ્યક્તિ સાથે રસ્તામાંથી પસાર થવા બાબતે બોલાચાલી કરી રિક્ષા ચાલક સાકીરખાન પઠાણ દ્વારા પહેલા ઝાપટો ઝીંકી અને બાદમાં છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. આખરે રાજકોટ એ ડિવિઝન પોલીસે આરોપી સાકીરખાન પઠાણને પકડી તેનું સરઘસ કાઢ્યુ હતું.

આ પણ વાંચો : લગ્ન સિઝનમાં સાવધાન: ચોરી કરતી ગેંગનો એક સભ્ય પકડાતા ત્રણ જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલાયો

જણાવી દઈએ કે,ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ અસામાજિક તત્વોને ચેતવણી આપતા કહ્યું હતું કે, સીધા રહેજો. સીધા નહીં રહો તો વરઘોડા નીકળશે. સાથે જ જામનગરમાં હુસેન શેખ નામના બળાત્કારી અને ડ્રગ્સના આરોપીનાં ઊભા થયેલા દબાણ તોડી પાડવા બદલ ગૃહરાજ્યમંત્રીએ જામનગર પોલીસને અભિનંદન આપ્યા હતા.