Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : be aware from theft gang in marriage season

લગ્ન સિઝનમાં સાવધાન: ચોરી કરતી ગેંગનો એક સભ્ય પકડાતા ત્રણ જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલાયો

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2024
લાઇવ ટીવીGoogle News
લગ્ન સિઝનમાં સાવધાન: ચોરી કરતી ગેંગનો એક સભ્ય પકડાતા ત્રણ જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલાયો

ચોમાસાની ઋતુમાં ઠંડી અને લગ્નની સિઝનનો ફાયદો ઉઠાવીને ગુજરાતમાં ચોરોની ટોળકીઓ સક્રિય થઈ છે. જેમાં લગ્ન પ્રસંગ દરમિયાન અમરેલી, જૂનાગઢ અને આણંદ જિલ્લામાં ચોરીના બનાવી વધી રહ્યા છે, ત્યારે અમરેલી પોલીસ એક્શનમાં આવી છે. અમરેલી પોલીસે લગ્ન પ્રસંગમાં સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારને 14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. ચોરી કરતી ગેંગના શખસની એલસીબી પોલીસે વધુ પૂછપરછ કરતાં અમરેલી, જૂનાગઢ અને આણંદ ત્રણેય જિલ્લામાં ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો હતો. 

App Store

લગ્ન પ્રસંગ દરમિયાન ચોર ટોળકી સક્રિય

આ પણ વાંચો : આંદોલનો વચ્ચે ભારતીય ખેડૂતોની આવકને ખુલ્લી પાડતો નાબાર્ડનો એક રિપોર્ટ આવ્યો

અમરેલીના ભોજલપરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ હરિભાઈ રેણુકા (ઉં.વ. 55) ગત 25 નવેમ્બરના રોજ ગણેશ પાર્ટી પ્લોટમાં દીકરીના લગ્ન પ્રસંગ હતો. જેમાં માતાએ પોતાની દીકરીના કન્યાદાન માટે સોનાનો સેટ, બુટ્ટી અને આશરે ત્રણ તોલાનો ચેઈન સહિતના કુલ 2.63 લાખ રૂપિયા કિંમતના ઘરેણા એક થેલામાં રાખ્યાં હતા. આ દરમિયાન અજાણ્યો શખસ આવીને ઘરેણા ભરેલો થેલો ચોરીને ભાગી ગયો હતો. ઘરેણા ચોરી થયાની પરિવારને જાણ થતાં સમગ્ર મામલે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અમરેલી, જૂનાગઢ અને આણંદ જિલ્લામાં ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો

સમગ્ર ઘટના મામલે ચોરીનો ભેદ ઉકેલવા માટે અમરેલી પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ આદરી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને એક્ઝિટ પોઈન્ટની તપાસ કરતાં એક શખસ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો અને તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તેની પાસેથી સોનાના દાગીના મળ્યા હતા. આ પછી પોલીસે મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના વિકાસ સાચી નામના શખસે વધુ પૂછપરછ કરતા તેણે અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લામાં ચોરીની બનાવની કબૂલાત કરી હતી. 

આ પણ વાંચો : 25 વર્ષે ભારત આવેલી આ બોલિવુડ હિરોઈનની ગજબ છે લવ સ્ટોરી!

અમરેલી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, અમરેલી પોલીસે ત્રણેય જિલ્લામાં ચોરીના મુખ્ય સૂત્રધાર આરોપી વિકાસ પાસેથી સોના-ચાંદીના ઘરેણા સહિત કુલ 14.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તે અન્ય કયા અને કેટલા ગુનાઓ સાથે સંકળાયેલો છે અને ચોરી કરતી ગેંગમાં કેટલા સભ્યો છે તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.