Video: અમદાવાદના દંપતીએ 15 કલાકની મહેનત બાદ તૈયાર કરી 9 ફૂટની અદભૂત રંગોળી

સોર્સ: gstv

 સમગ્ર દેશમાં અને વિદેશમાં હાલ દિવાળી પર્વની ઉજવણી ચાલી રહી છે. દિવાળી પર્વમાં રંગોળીનું મહત્ત્વ ખાસ રહ્યું છે. સંખ્યાબંધ લોકો દિવાળી પર્વને ખાસ બનાવવા માટે કલાત્મક, આકર્ષક અને  રચનાત્મક રંગોળીઓ બનાવે છે.  ત્યારે આવીજ એક અનોખી રંગોળી નારાણપુરાના રાજમુગટના રહેવાસી દંપીત મુંજાલ શાહ અને હિનલ શાહે બનાવી છે.

અનોખી થીમ સાથે બનાવી રંગોળી

દંપતી દ્વારા બનાવેલી અનોખી થીમથી સર્જનાત્મક રંગોળી બનાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે, છેલ્લા 10 વર્ષ આ દંપતી અલગ અલગ થીમ પર અદભુત રંગોળી બનાવે છે. આ વખતે 9 ફૂટની વિશાળ રંગોળી તૈયારી કરી છે. રંગોળીમાં સ્ત્રીની સર્જનાત્મક અને કલાત્મક અભિવ્યક્તિને રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

જાહેરાત

  રંગોળી બનાવતા અંદાજીત  દંપતીને 15 કલાકથી પણ વધુનો સમય લાગ્યો હતો. તો બીજી તરફ મુખ્ય બાબત એ છે કે આ દંપતીએ રંગોળીનો વિષય તૈયાર કરવા માટે AIની મદદ લેવામાં આવી હતી. મોબાઈલમાં AIને જરૂરી સૂચનો અને ફોન્ટ આપીને પોતાની કલ્પનાને ડિઝાઈનનું સ્વરૂપ આપીને જમીન પર જીવંત રપી હતી.

ભારતીય પંરપરાઓને પણ રાખી છે જીવંત

ઉલ્લેખનીય છે કે ત્યાર બાદ રંગોળી માટે ખાસ અલગ અલગ કલર પણ પસંદ કરવામાં આવ્યા હતા. રંગોળીમાં અદભુત ઝીણવટપૂર્વક કામ કરવામાં આવ્યું હતું. દંપતી દિવાળીમાં વિશેષ રંગોળી તો બનાવે છે સાથે સાથે ભારતીય સાંસ્કૃતિક પંરપરાઓને પણ જીવંત રાખી છે.  દિવાળી પર્વમાં વ્યંજનો બનાવો છે, ઘરોને સુશોભિત પણ કરે છે અને સમગ્ર પરિવાર સાથે દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત