VIDEO: રાજકોટમાં છરીના ઘા ઝીંકનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ, જાહેરમાં મંગાવી માફી
રાજકોટમાં એ ડિવિઝન પોલીસે મારામારીના આરોપી સાકીરખાન પઠાણનું સરઘસ કાઢ્યુ હતું. સાકીરખાન પઠાણ દ્વારા શુક્રવારના રોજ ખત્રીવાડ વિસ્તારમાં દિપાંકર બંગાળી નામના વ્યક્તિને છરીના ઘા ઝીંકયા હતા. રસ્તામાંથી પસાર થવા બાબતે બોલાચાલી કરી રિક્ષા ચાલક સાકીરખાન પઠાણ દ્વારા ઝાપટો ઝીંકી છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ BZ કૌભાંડ: ‘નાગરિકોનું અહિત કરતા લોકોને છોડવામાં નહીં આવે’ - હર્ષ સંઘવી, અલગ અલગ જિલ્લામાં નોંધાઈ ફરિયાદો
જણાવી દઈએ કે હર્ષ સંઘવીએ પોલીસને કહ્યું હતું કે, દંડો જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ. અને હું આ જાહેર મંચથી ખૂબ જ જવાબદારીથી કહું છું. જે ગુનેગાર જે ભાષા સમજતો હોય. જે ગુનેગારને જે ભાષા આવડતી હોય.એ જ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય. અને રાજકોટ પોલીસે ગૃહમંત્રીની સલાહ પ્રમાણે મારામારીના આરોપીને જાહેરમાં સરઘસ કાઢીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની કમાલ, 6 મહિનામાં જ હત્યા-બળાત્કાર સહિત 8 ગુના ઉકેલ્યા
લોકોમાંથી ગુનેગારોનો ખોફ દૂર કરવા માટે પોલીસે ધારદાર હથિયારથી હુમલો કરનારાનું રાજકોટ શહેરમાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
જણાવી દઈએ કે,ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ અસામાજિક તત્વોને ચેતવણી આપતા કહ્યું હતું કે, સીધા રહેજો. સીધા નહીં રહો તો વરઘોડા નીકળશે. સાથે જ જામનગરમાં હુસેન શેખ નામના બળાત્કારી અને ડ્રગ્સના આરોપીનાં ઊભા થયેલા દબાણ તોડી પાડવા બદલ ગૃહરાજ્યમંત્રીએ જામનગર પોલીસને અભિનંદન આપ્યા હતા.

