વિદ્યાર્થીઓના ભોજનમાં છાશવારે આવતી જીવાત મામલે સમરસ હોસ્ટેલમાં મીડિયા પ્રતિબંધ

ભાવનગરની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના હિતમાં મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરાતા સમરસ હોસ્ટેલમાં મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ભોજનમાં અવાર-નવાર જીવાત અને ઇયળો આવે છે. જેનો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સમાજ કલ્યાણ અધિકારીને માહિતગાર કર્યા હતા.
આ પણ વાંચો : લગ્ન પ્રસંગમાં સામાન્ય બોલાચાલીએ હત્યાનું સ્વરુપ લીધું, ત્રણની ધરપકડ
જે એજન્સીને સરકાર દ્વારા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના ભોજન માટે લાખો રૂપિયા દર મહિને ચૂકવાય છે તે એજન્સીને છાવરવાનો અધિકારીઓ દ્વારા પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે અને મીડિયા ઉપર ઓચિંતા જ સમાચાર પ્રસારિત કરાતા પ્રતિબંધ ફરમાવતા અધિકારીઓ ઉપર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો : વડોદરામાં એક શખ્સે જાહેરમાં કર્યો હત્યાનો પ્રયાસ, અંતે સીટી પોલીસે વરઘોડો કાઢ્યો
હોસ્ટેલની બહાર ગેટ પર જ મીડિયાને રોકીને ભોજન બનાવતી એજન્સીનો સમાજ કલ્યાણના અધિકારીઓ બચાવ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ અંગે સમજકલ્યાણ ભાવનગરના નિયામક, કલેકટર, અને ગાંધીનગર સમાજ કલ્યાણના અગ્ર સચિવ અને મંત્રી ભાનુબેન બાબરીયા સુધી મીડિયા કર્મીઓએ ફોન કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નહિ.

