ભારતમાં ગજવા ઉલ હિન્દ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરો, આતંકી સમા પરવીને અસીમ મુનીરને કર્યો હતો મેસેજ
આતંકી સમા પરવીનની તપાસમાં મોટા ખુલાસા થયા છે. સમા પરવીને કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે. સમા

આતંકી સમા પરવીનની તપાસમાં મોટા ખુલાસા થયા છે. સમા પરવીને કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે. સમા પરવીને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને પણ મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત ATSએ સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રવૃતિ કરતા ચાર આતંકીને ઝડપી પાડ્યા હતા, તેમની તપાસમાં માસ્ટરમાઇન્ડ સમા પરવીનનું નામ ખુલ્યું હતું. જે બાદ બેંગલુરૂથી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સમા પરવીનની સોશિયલ મીડિયા પોસ્ટમાં થયા નવા ખુલાસા
ગુજરાત ATSની તપાસમાં સમા પરવીને કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે. સમા પરવીને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને પણ મેસેજ લખ્યો હતો. ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પ્રોજેક્ટ ગજવા ઉલ હિન્દ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા પોસ્ટ લખી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા ઉલ્લેખ કર્યો હતો.
આ સાથે જ ભારતમાં હિંસા માટે ઉશ્કેરણીજનક ભાષણનો પણ ઉલ્લેખ કર્યો હતો અને હિન્દુ સમુદાય અને આગેવાનોને નિશાન બનાવવા પણ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો.લાહોરની લાલ મસ્જિદના ઇમામ અબ્દુલ અઝીઝના બયાનનો પણ આ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ઇંસ્ટાગ્રામ પર એક્ટિવ હતી સમા પરવીન
ગુજરાત ATSએ અલ કાયદા સાથે જોડાયેલા સભ્યોની ધરપકડ કરી હતી અને તેમની તપાસમાં નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. આરોપી સમા પરવીન દ્વારા શેર કરાયેલા સોશિયલ મીડિયા પરના લખાણનું એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે. સમા પરવીન Strangers_nation_02 પેજ ચલાવતી હતી. ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારે આ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાઇ હતી.







