મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત ATSએ પકડેલા ચાર આતંકવાદીઓનો મામલો: ઇન્સ્ટાગ્રામ પર કરતાં હતા જેહાદી પ્રચાર

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે ATSએ અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે ATSએ અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે સંકળાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ આતંકવાદીઓની ઓળખ મોહમ્મદ ફરદીન શેખ (અમદાવાદ), મોહમ્મદ ફૈક (દિલ્હી), ઝીશાન અલી (નોઈડા, ઉત્તરપ્રદેશ) અને સેફુલ્લાહ કુરેશી (મોડાસા, ગુજરાત) તરીકે થઈ છે. આ ચારેય આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર ‘શરિયત એ સહાદત’ જેવા નામો હેઠળ બનાવેલા એકાઉન્ટ્સ દ્વારા જેહાદી પ્રચાર અને ભારત વિરોધી ભડકાઉ સામગ્રી ફેલાવવામાં સંડોવાયેલા હતા.

ATSની તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ દ્વારા જેહાદી વીડિયો, ભડકાઉ ફતવા અને શરિયા કાયદાને પ્રોત્સાહન આપતી સામગ્રીનો ફેલાવો કરતા હતા. આ એકાઉન્ટ્સમાં લોકોને જેહાદમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી હતી, જોકે ઓછા લોકો જોડાતા હોવાનો ઉલ્લેખ પણ આ એકાઉન્ટ્સમાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આરોપીઓએ અન્ય લોકોને સંપર્ક કરીને આવા એકાઉન્ટ્સ સાથે જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.[

પોલીસે જણાવ્યું કે આ એકાઉન્ટ્સમાં કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધીના નામોનો ઉપયોગ કરીને અલગ-અલગ આઈડી બનાવવામાં આવ્યા હતા.  ATSએ આ ચારેય આરોપીઓના ફોનમાંથી મોટી માત્રામાં ડેટા અને ભડકાઉ સામગ્રી જપ્ત કરી છે. દરેક આઈડી અને આઈડી બનાવનારની એટીએસ તપાસ કરશે.

7થી વધુ ગ્રુપમાં આતંકીઓ જોડાયેલા હતા

આ આતંકીઓ મોટી કોઈ ઘટનાને અંજામ આપ્યા બાદ અરબી દેશમાં ફરાર થવાનું વિચારી રહ્યા હતા. બે પાકિસ્તાનીઓ સાથે દિલ્હીના મોહમ્મદ ફૈક કનેક્શનમાં હતો. 7થી વધુ ગ્રુપમાં આતંકીઓ જોડાયેલા હતા. આ ગ્રુપમાં 20થી વધુ સભ્યોનું હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આતંકીઓ ભારતમાં આતંકી પ્રવૃતિ બાદ હિજરત કરવાનું નક્કી કર્યું હતું. આંતકીઓની તપાસમાં અમદાવાદનો ફરદીન શેખ અને યુપીના નોઇડા ઝિશાન અલી ખુદ પોતાની જાતે આતંકી હુમલા કરવા પ્લાનિંગ કરી રહ્યા હોવાનું ખુલ્યું હતું.

આતંકી હુમલાનું ષડયંત્ર રચવાનું પ્લાન કરી રહા હતા

જ્યારે અન્ય બે આતંકી મોહમ્મદ ફેક અને સેફુલ્લા કુરેશી અન્ય યુવાનો કટ્ટરવાદી બનાવીને આતંકી હુમલાનું ષડયંત્ર રચવાનું પ્લાન કરી રહા હતા. યુપી નોઈડાના ઝીશાન એ કોઈ મોટા હુમલા માટે હથિયાર વસાવ્યા હતા. ચારેય આતંકીઓ જેહાદી સાહિત્ય વાચ્યા બાદ કટ્ટર વાદી બન્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ આતંકીઓ ઈન્સટાગ્રામ પેલ્ટફોર્મને ટેરર ગ્રુપ બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આતંકીઓ ઈન્સટાગ્રામ વીડિયો કોલ પર પણ વાતચીત કરતા હતા. પોલીસના હાથે ના પકડાય તે માટે ઈન્સટાગ્રામ ઓટો ડિલીટ રાખતા હતા. જે ગ્રુપમાં કરેલ વાતચીત ચેટ જાતે ડિલીટ થઈ જતી હતી. આતંકીઓની તપાસ માટે સેન્ટ્રલ એજન્સીઓ અમદાવાદ આવી હોવાની પણ માહિતી મળી રહી છે.

આ સમાચાર શેર કરો