મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News: મોબાઈલના વળગણમાં ફસાતા કિશોર, પિતાએ ઠપકો આપતાં ઝેરી દવા પી કર્યો આપઘાત

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 17 વર્ષના કિશોરે મોબાઈલ ન મળતાં ઝેરી દવા પ

Surat News: મોબાઈલના વળગણમાં ફસાતા કિશોર, પિતાએ ઠપકો આપતાં ઝેરી દવા પી કર્યો આપઘાત

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 17 વર્ષના કિશોરે મોબાઈલ ન મળતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો. મૃતક કિશોરનું નામ સત્યમ પપ્પુ ગુપ્તા હોવાનું સામે આવ્યું છે, જે ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. સંતાનના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પિતાએ ઠપકો આપ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, કિશોર આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો. અભ્યાસમાં ધ્યાન ન આપતાં પિતાએ તેને મોબાઈલના ઉપયોગ અંગે ઠપકો આપ્યો હતો. મોબાઈલ ન આપતા હતાશ થયેલા કિશોરે ઝેરી દવા પી લેતાં તેની તબિયત લથડી ગઈ હતી. નજીકના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

પેરેન્ટિંગ પર ઉભા થયા સવાલ

ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આપઘાત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર બાળકો અને યુવાનોમાં વધતી મોબાઈલની લત તથા પેરેન્ટિંગની ગંભીરતા પર પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે.

આ સમાચાર શેર કરો