મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Suratમાં ધંધાની હરિફાઈમાં લગાવી આગ, કુરિયરનું ગોડાઉન બળીને થયું ખાક

સુરતના ભાઠેના વિસ્તારમાં લુખ્ખા તત્વોની દાદાગીરીની એક ગભરાવનારી ઘટના સામે આવી છે. ધંધામ

સુરતના ભાઠેના વિસ્તારમાં લુખ્ખા તત્વોની દાદાગીરીની એક ગભરાવનારી ઘટના સામે આવી છે. ધંધામાં હરીફાઈના ઝઘડાને પગલે કુરિયર કંપનીના ગોડાઉનમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી, જેના કારણે ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ક્રિષ્ના યાદવ નામના શખ્સે તેની ગેંગ સાથે મળીને ગોડાઉનમાં પેટ્રોલ છાંટ્યું અને તરત જ આગ લગાવી. દુર્ભાગ્યવશ, આગ લગાવનાર વ્યક્તિ પોતે પણ આ આગમાં દાઝી ગયો હતો. આ ભીષણ આગ પલભરમાં આજુબાજુના મકાનો સુધી પણ પ્રસરી ગઈ, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, મોટી જાનહાનિ ટળી છે, પરંતુ કુરિયર ગોડાઉનમાં 20 લાખથી વધુનું માલસામાન બળીને ખાખ થયું હોવાનું અનુમાન છે.

આ સમાચાર શેર કરો