મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News: દુબઈથી લવાયેલા 28 કિલો સોનાની પેસ્ટ સાથે બે ઝડપાયા, CISFની ટીમે ઉઘાડી પાડી દાણચોરી

સુરત એરપોર્ટ સોનાની દાણચોરી માટે એક સમયે સ્વર્ગ સમાન હતું. ત્યારે આ વખતે સોનાની દાણચોરી પેસ્ટ સ્વરૂપે

Surat News: દુબઈથી લવાયેલા 28 કિલો સોનાની પેસ્ટ સાથે બે ઝડપાયા, CISFની ટીમે ઉઘાડી પાડી દાણચોરી

સુરત એરપોર્ટ સોનાની દાણચોરી માટે એક સમયે સ્વર્ગ સમાન હતું. ત્યારે આ વખતે સોનાની દાણચોરી પેસ્ટ સ્વરૂપે કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સોનાની દાણચોરીને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની વિજિલન્સ ટીમે સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ટીમે દુબઈથી આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી ઉતરેલા બે મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ (જેમાંથી અંદાજે 23 કિલો શુદ્ધ સોનું હોવાનું મનાય છે) જપ્ત કરી છે.

તપાસ કરતાં દાણચોરી ઝડપાઈ

ગત 20 જુલાઈના રોજ રાત્રે 10 વાગ્યે દુબઈથી સુરત એરપોર્ટ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ IX-174ના આગમન વિસ્તારમાં CISF વિજિલન્સ ટીમના સભ્યો નિયમિત દેખરેખ અને સુરક્ષા ફરજ પર હતા. આ દરમિયાન ટીમને બે મુસાફરોનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવવામાં આવ્યા હતા.CISF વિજિલન્સ ટીમ અને કસ્ટમ અધિકારીઓએ સંયુક્ત રીતે આ બંને મુસાફરોના સામાનની અને તેમની અંગજડતીમાં તમામ બાબતો સામે આવી હતી.

28 કિલો પેસ્ટ છુપાવી હતી

બંને મુસાફરોએ ચાલાકીપૂર્વક પોતાના શરીર પર લગભગ 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી, જે જપ્ત કરવામાં આવી છે.CISF ટીમની આ સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે સોનાની મોટાપાયે દાણચોરીનો એક મોટો પ્લાન નિષ્ફળ બન્યો છે. જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો