VIDEO: Suratમાં જાહેર રસ્તાને લુખ્ખાઓએ બનાવી રિંગ, WWFની જેમ કરી મારામારી
સુરતના સચિન વિસ્તારમાં આવેલ તલંગપુરમાંથી એક ચોંકાવતો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિ
સુરતના સચિન વિસ્તારમાં આવેલ તલંગપુરમાંથી એક ચોંકાવતો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લુખ્ખા તત્વો વચ્ચે જાહેરમાં રસ્તા પર ભારે મારામારી થતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક યુવાનો વચ્ચે કોઈ અંગત વાદવિવાદને લઈને બોલાચાલી થઈ હતી જે બાદમાં હાથેહાથ ઝઘડામાં ફેરવાઈ ગઈ. આ સમગ્ર ઘટના તલંગપુરના મુખ્ય રસ્તા પર બની હોવાથી આસપાસના લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કેટલાક યુવાનો લાકડી તેમજ અન્ય હથિયારો વડે એકબીજા પર તૂટી પડ્યા છે. રસ્તા વચ્ચે જ ઝઘડો થતાં ટ્રાફિકમાં પણ ખલેલ ઊભી થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કે મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ છે અને હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાયા બાદ ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી. હાલમાં પોલીસે વીડિયો આધારે શખ્સોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે તથા કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની તજવીજ કરવામાં આવી રહી છે.




