Surat news: તાપી નદીમાં અચાનક બોટ પલ્ટાઈ જતા એકનું ડૂબવાથી મોત, બેનો આબાદ બચાવ
ગુજરાતની સુરત જિલ્લાની તાપી નદીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. તાપી નદીમાં ત્રણ મિત્

ગુજરાતની સુરત જિલ્લાની તાપી નદીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. તાપી નદીમાં ત્રણ મિત્રો બોટમાં બર્થ-ડે પાર્ટી ઉજવવા જઈ રહ્યા હતા, ત્યારે નદીની બરોબર વચ્ચોવચ ગયા બાદ બોટ પલટી ગઈ હતી, આ દુર્ઘટનામાં ત્રણ મિત્રમાંથી એકનું મોત નિપજ્યું હતું.
મળતા અહેવાલ પ્રમાણે રવિવારે ઋષિકેશ પોતાના જન્મદિવસની ઉજવણી માટે પોતાના ચાર મિત્રો સન્ની યાદવ, માધવ યાદવ, સોનું પટેલ અને વિકી રાજભર સાથે નદીમાં બે નાની બોટ લઈને ગયો હતો. નદીમાં અંદાજે 30થી 35 ફૂટ ઊંડા પાણીમાં બોટ હલાવી રહ્યા હતા. ત્યારે બોટમાં અચાનક પાણી ઘૂસી ગયું હતું અને તે ડૂબી ગઈ હતી.
એકાએક જ કોઈક કારણસર બોટ પલટી ગઈ
તાપી નદીમાં અધવચ્ચે પહોંચ્યા બાદ એકાએક જ કોઈક કારણસર બોટ પલટી ગઈ હતી અને ત્રણેય મિત્ર ડૂબવા લાગ્યા હતા. શનિ અને શિવમ પોતાનો જીવ બચાવવા માટે નદી કિનારા તરફ આવી ગયા હતા, જ્યારે ઋષિકેશ રામકરણ નિશાંત પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું.






