મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:Suratના ડુમસ બીચ પર પાણીમાં ફસાઈ કાર, 36 કલાકે કઢાઈ બહાર, માલિકની ધરપકડ

સુરતના ડુમસ બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતાં હોય છે. જો કે, ઘણા નબિરાઓ વટ મારવા માટે દરિયાના પાણી સુધી પોતાની મોંઘીદા

સુરતના ડુમસ બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતાં હોય છે. જો કે, ઘણા નબિરાઓ વટ મારવા માટે દરિયાના પાણી સુધી પોતાની મોંઘીદાટ કાર લઈ આવતાં હોય છે. જે કાર પાણીમાં ફસાઈ જાય ત્યારે જોવા જેવી થતી હોય છે. આવી જ એક મોંઘીદાટ કાર દરિયાની ભરતીમાં ફસાઈ ગઈ હતી. જેથી 36 કલાક બાદ જેસીબીની મદદથી તેને બહાર કાઢવામાં આવી હતી. બાદમાં ગાડીના માલિક સામે જાહેરનામાંનો ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાડીના માલિકની પોલીસે ધરપકડ કરી હતી.પોલીસ દ્વારા જણાવ્યું ઇન્સ્યોરન્સ કંપનીમાં જાણ કરી ગાડીનો વીમો કેન્સલ કરવામાં આવશે. આવાં ઈસમો બીજી વાર આવું ન કરે એ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડુમસ પોલીસના પેટ્રોલિંગના અભાવના કારણે અવારનવાર આવાં બનાવ સામે આવતા હોવાનું કહેવાય રહ્યું છે.

આ સમાચાર શેર કરો