સુરેન્દ્રનગર: ગેરકાયદેસર ફટાકડાની હાટડીઓ પર તંત્રના દરોડા, સીલ કરાયા સાત ગોડાઉન

દિવાળી પહેલા સુરેન્દ્રનગરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ફટાકડાની હાટડીઓ પર તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન ધ્રાંગધ્રામાં ફટાકડાના ત્રણ ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે.
20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો
દરોડા દરમિયાન 20 લાખથી વધુ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ફટાકડાની હાટડીઓ પર તંત્રની લાલઆંખ જોવા મળી. જેમાં અત્યાર સુધીમાં સાતથી વધુ ફટાકડાના ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે.
ફટાકડાના સ્ટોલ ખોલવા મળી સૂચના
અધિકારીઓએ 11 નિયમોના પાલન સાથે જ ફટાકડાના સ્ટોલ ખોલવા સૂચના આપી છે. જેમાં ફરજીયાત લાઇસન્સ તેમજ ફાયર સેફટી હોવી જરૂરી છે. રહેણાક વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ન ખોલવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત લોકોના જીવ જોખમમાં ન મુકાય તેવા આદેશ સાથે જ ફાટકડાનું વેચાણ કરવા તંત્રની સૂચના છે.

