VIDEO: વડોદરાના વડદલા ગામમાં સ્મશાન જતા રસ્તાની હાલત બિસ્માર, તાકીદે રિપેર કરવાની માંગ
VIDEO: રાજ્યની સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરા સિટીની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અંતરિયાળ જિલ્લાઓમાં જોવા મળે તેવી સ્થિતિ વડોદરામાં નજરે પડી, સ્મશાનનો રસ્તો નનામી લઇને જતા સ્વજનો માટે મુશ્કેલ ભર્યો જોવા મળ્યો છે. વડદલા ગામ સ્મશાન તરફનો રસ્તો ક્ષતિગ્રસ્ત હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
વડોદરા શહેરના વડદલા ગામે સ્મશાન જતા મુખ્ય માર્ગની હાલત અત્યંત ખરાબ જોવા મળી રહી છે. વર્ષોથી રિપેરિંગ વગર રહેલા આ રસ્તા પર અનેક ખાડાઓ સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વરસાદી સિઝન બાદ તો સ્થિતિ વધુ ખરાબ બની ગઈ છે - કાદવ, પાણી ભરાવ અને તૂટેલા રસ્તાને કારણે અંતિમયાત્રા લઈ જવામાં પણ ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો કેમ કામગીરી નથી કરી રહ્યા તે મોટો સવાલ છે, અહીંથી નનામી લઇને પરિવારોને જવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે.

