સુરતમાં પ્રેમી સાથે વાત કરતા ભાઈ જોઈ જતા 15 વર્ષની બહેનનો આપઘાત, ડરનો માર્યો યુવક નાસી ગયો

સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સચિનમાં 15 વર્ષીય તરુણીને પ્રેમી સાથે વાત કરતા ભાઈ જોઈ ગયા બાદ તરુણે આપઘાત કરી લીધો હતો. જેથી પોલીસે સમગ્ર આપઘાતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરતના આ વિસ્તારમાં આજે અને આવતીકાલે પાણીકાપ, 6 લાખ લોકોને થશે અસર
ઝાડ સાથે દુપટ્ટો બાંધી આપઘાત
આપઘાતના પહેલા બનાવમાં, મૂળ મધ્યપ્રદેશ અને સચિનમાં ગણેભીગામ પાસે ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ઝૂંપડામાં 15 વર્ષીય તરુણી પરિવાર સાથે રહેતી હતી. તેની એક બહેન અને ચાર ભાઈ છે. તેના પિતા મજુરી કામ કરે છે. તે પણ મજુરીકામ કરતી હતી. તરૂણી આજે ઘર નજીક ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.
પ્રેમી ગભરાઈને નાસી ગયો
તરૂણીના પરિવારના જણાવ્યા પ્રમાણે, તરૂણી ગત મોડી રાતે તેના પ્રેમી સાથે બેસીને વાતચીત કરતી હતી. તે સમયે તરૂણીનો ભાઈ બંનેને જોઈ ગયો હતો. જેથી પ્રેમી ત્યાં ગભરાઈને ભાગી ગયો હતો. બાદમાં તેણે આ પગલુ ભર્યુ હતું.

