Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Mass murder for an incomprehensible reason

સુરતમાં ગળે ન ઉતરે તેવા કારણમાં સામૂહિક હત્યા, સામાજિક વિટંબણાએ હસતાં-રમતાં પરિવારનો માળો વિખેર્યો

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સુરતમાં ગળે ન ઉતરે તેવા કારણમાં સામૂહિક હત્યા, સામાજિક વિટંબણાએ હસતાં-રમતાં પરિવારનો માળો વિખેર્યો

સુરતના સરથાણા તક્ષશિલા નજીક સૂર્યા એપાર્ટમેન્ટમાં આજે સવારે સ્મિત લાભુભાઈ ગોયાણી નામના યુવાને ખૂની ખેલ ખેલ્યો. સ્મિતે તેના માતા-પિતા, પત્ની અને પુત્રને ચપ્પુના ઘા ઝીંક્યા બાદ પોતાના ગળા અને હાથ પર પણ ચપ્પાના ઘા માર્યા હતા. આ ઘટનામાં  યુવાનની પત્ની અને પુત્રનું મોત નીપજ્યું હતું. જયારે યુવાન સ્મિત લાભુભાઈ ગોયાણીના માતા-પિતાની હાલત ગંભીર છે.

App Store

આ પણ વાંચોઃ સુરતમાં યુવકનો માતા-પિતા, પત્ની અને બાળક પર તિક્ષણ હથિયારથી હુમલો કરી આપઘાતનો પ્રયાસ, પત્ની-બાળકના મોત

લોહીલુહાણ હાલતમાં માતા ઘરની બહાર આવી

ઘટનાના હાલ એક CCTV બહાર આવ્યા છે. જેમાં સ્મિતે પોતાના પરિવાર પર હુમલો કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં માતા ઘરની બહાર આવી ગયાં હતાં અને આજુબાજુના લોકોને જાણ કરી હતી. ત્યાર બાદ પિતા પણ ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં ઊભા હોય તેવું CCTVમાં દેખાઈ રહ્યું છે.

એકલતાના ડરે હત્યા

સ્મિત લાભુભાઈ ગોયાણીએ આજે સવારે અલગ રૂમમાં સુતેલી પત્ની અને પુત્ર તેમજ માતા-પિતા ઉપર ઘરના રસોડામાં વપરાતા ચપ્પુ વડે હુમલો કરી બાદમાં 'હું એકલો થઈ ગયો મારુ કોઈ નથી' તેમ કહી પોતાના ગળા ઉપર અને હાથ ઉપર પણ ચપ્પુ ફેરવ્યું હતું. બનાવની જાણ થતા એકત્ર થયેલા લોકોએ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં ડોક્ટરોએ સ્મિતની પત્ની અને પુત્રને મૃત જાહેર કર્યા હતા. જયારે સ્મિત અને તેના માતા-પિતાની હાલત ગંભીર  બતાવાઈ છે.

ગળે ન ઉતરે તેવું હત્યાનું કારણ

બનાવની જાણ થતા દોડી ગયેલી સરથાણા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સ્મિતના મોટા પપ્પાનું સાત દિવસ અગાઉ અવસાન થયું હતું અને પરિવાર ત્યાં બેસવા ગયો હતો. ત્યાં તેના પિતરાઈ ભાઈએ મનદુઃખને લીધે હવે નહીં આવવા કહેતા સ્મિતને લાગી આવ્યું હતું જેથી આજે સવારે તેણે પરિવાર ઉપર જીવલેણ હુમલો કરી પોતાની જાતને પણ ચપ્પાના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

માતા-પિતા અને પોતે હાલ હોસ્પિટલમાં 

એસીપી વિપુલ પટેલે કહ્યું કે, સવારે સરથાણા પોલીસ સ્ટેશન નજીક રાજહંસ સ્વપ્ન સૃષ્ટિ બંગ્લોઝ સોસાયટીમાં સૂર્યા ફ્લેટની અંદર 8માં માળે એક વ્યક્તિએ પોતાને તથા પોતાના પરિવારને ઈજા પહોંચાડી હોવાનો કોલ મળતા તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં તપાસ કરતા માલૂમ પડ્યુ હતું કે, ઘર નં.804માં રહેતા સ્મિત જીવાણીએ તેના પિતા લાભુભાઈ તથા માતા વિલાસબેન, પત્ની હિરલબેન, પુત્ર ચાહત અને પોતાને પણ ઇજા પહોંચાડી હતી. જેમાં તેનાં પત્ની અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે તેનાં માતા-પિતા અને પોતે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.