Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Diamonds coming from China have worsened the condition of Gujarat's diamond industry

ચીનથી આવતા હીરાથી ગુજરાતના ડાયમંડ ઉદ્યોગની હાલત કફોડી, સરકારની નીતિની 10 લાખ કારીગરોને અસર

Timeછેલ્લું અપડેટ : 25 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ચીનથી આવતા હીરાથી ગુજરાતના ડાયમંડ ઉદ્યોગની હાલત કફોડી, સરકારની નીતિની 10 લાખ કારીગરોને અસર

સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાં છે પણ ભાજપના નેતાઓ તેને બચાવવા કોઇ કામગીરી કરતા નથી. ચીનથી આવતા હીરા ઉપર બ્રેક નહી મરાય તો હીરા ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થશે. વડાપ્રધાને અમેરિકાના પ્રેસિડેન્ટની પત્ની સિન્થેટીક હીરો ભેટમાં આપ્યો તેનાથી વિશ્વમાં સંદેશો ગયો કે ભારતમાં ઓરિજનલ હીરા બનતા નથી.

App Store

આ પણ વાંચોઃ અમદાવાદ: બહેરામપુરાના સંસ્કૃત ફ્લેટની ગેલેરી અચાનક ધરાશાયી, એક મહિલા અને બે બાળકો ઈજાગ્રસ્ત

વડાપ્રધાને ખોટા હીરાને પ્રમોટ કર્યા

સુરત આર્થિક રાજધાની છે પણ સુરતની સૂરત ખરાબ કેમ થઈ તેનો વિચાર કરવાની જરૂર છે. સુરતનો હીરો એટલે સાચો હીરો છે આખી દુનિયામાં તેની પ્રતિષ્ઠા છે. મુકુલ વાસનીકે જણાવ્યું કે, મે સંસદમાં રજૂઆત કરી  હતી કે, ચીનથી ડાયમંડ પર બ્રેક નહીં આપો તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં મુકાશે. પણ તે બંધ  કરવાને બદલે વડાપ્રધાન અમેરિકા ગયા અને ત્યાંના પ્રેસિડેન્ટની પત્નીને સિન્થેટિક ડાયમંડ ગિફ્ટમાં આપ્યો હતો. જેના કારણે કારણે વિશ્વમાં સંદેશો ગયો કે ભારતમાં ઓરીજનલ હીરા બનતા નથી.

કારીગરો મુશ્કેલીમાં

રશિયાના રફ હીરા નહી લેવા જી-૮ના દેશોના નિર્ણય બદલાય તે માટે વડાપ્રધાન અમેરિકા ગયા ત્યારે રજૂઆત કરવા વિનંતી કરી હતી. પણ તેમ કરાયું નથી. તેથી ભારતના હીરા ઉદ્યોગે ભોગવવાનું આવ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન વિશ્વમાં જઇને ડાયમંડને લઇને વાહવાહી લઇ રહ્યા છે. પણ પણ હીરા ચમકાવનારા રત્નકલાકારો આજે મુશ્કેલીમાં છે. નહી નોંધાયેલા ૧૦ લાખ કારીગરો છે.  ભાજપના કેન્દ્રીય મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ, ગુજરાતના ગૃહ મંત્રી પણ સુરતના છે.  ૧૨ ધારાસભ્યો પણ ભાજપના છે પણ તેમાંથી એકેય નેતાએ રત્નકલાકારોની મુલાકાત લીધી નથી.  રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના તાત્કાલિક સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગણી અમે સરકાર સામે કરી રહ્યા છીએ.

50 વર્ષમાં સૌથી મોટી મંદી

યુક્રેન-રશિયા, પેલેસ્ટાઇન-હમાસ તથા ઇરાક અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અને અમેરિકા સહિતના દેશોની નબળી આર્થિક સ્થિતિને પગલે વૈશ્વિક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વૈશ્વિક મંદીની સીધી અસર સમગ્ર વિશ્વમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર ભયંકર જોવા મળી રહી છે. બીજી તરફ નેચરલ ડાયમંડની સામે લેબગ્રોન ડાયમંડ ધીમે-ધીમે વૈશ્વિક બજારમાં પકડ જમાવી રહ્યો છે અને લોકોની પસંદ પણ બદલાય રહી છે. તેવા સંજોગોમાં ડાયમંડ ઉદ્યોગકારોના મત મુજબ છેલ્લા 50 વર્ષમાં આવી ભયંકર મંદી કયારેય જોવા મળી નથી અને ઉદ્યોગનું ભવિષ્ય શું છે તે કહેવું પણ હાલ અઘરૂં જણાઈ રહ્યું છે.