અમદાવાદ: બહેરામપુરાના સંસ્કૃત ફ્લેટની ગેલેરી ધરાશાયી, એક મહિલા અને બે બાળકો ઈજાગ્રસ્ત

અમદાવાદમાં વધુ એક ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી સંસ્કૃત ફ્લેટની ગેલેરી અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્રીજા માળની તથા બીજા માળ વચ્ચે આવેલી બાલ્કની અચાનક ધરાશાયી થઈ હતી.
એક મહિલા અને બે બાળકો આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા
જેમાં એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. રાત્રે અચાનક ફ્લેટની ગેલેરી ધરાશાયી થઈ ગઈ હતી. ધડાકાભેર ગેલેરી ધરાશાયી થતાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: E-PAPER: વાંચો આજનું 25-12-2024નું ગુજરાત સમાચાર
ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા
ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાની જાણ થતાં જ તંત્ર અને ફાયરના જવાનો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

