Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 90-year-old man was digitally arrested and a scam of Rs 1.15 crore was busted

90 વર્ષના વૃધ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનારનો ભાંડો ફૂટ્યો, દેશભરમાં છેતરપિંડી કરનાર આ રીતે પકડાયા

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2024
લાઇવ ટીવીGoogle News
90 વર્ષના વૃધ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવનારનો ભાંડો ફૂટ્યો, દેશભરમાં છેતરપિંડી કરનાર આ રીતે પકડાયા

આજકાલ ડિજિટલ એરેસ્ટના કેસ વધી રહ્યાં છે. ત્યારે 90 વર્ષના સિનિયર સિટીઝનને વિડીયો કોલ કરીને કે પોતે મુંબઈ પોલીસના અધિકારી બોલતા હોવાનું કહીને મુંબઈથી ચાઇના મોકલેલા કુરિયર પાર્સલમાંથી ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળી હોવાથી ફરિયાદી પણ મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહીને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગાવાળા બોગસ લેટરપેડ ફરિયાદીને મોકલી તેમની ધરપકડ કરવાની ધમકી આપી ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી બળજબરીપૂર્વક 1 કરોડ 15 લાખ 50 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાના ગુનામાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 1ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

App Store

આ પણ વાંચોઃ સુરતમાં લવ-જેહાદ, યુસુફ મંડપવાલાએ કમલસિંહ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ

ડ્રગ્સના નામે રૂપિયા પડાવ્યા

ટેકનોલોજીના યુગમાં પણ ગુનેગારો હવે ડિજિટલ રીતે લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. છતાં પણ કેટલાક લોકો સમાજમાં બદનામ થવાના ડરે આવા સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે. ત્યારે સુરતના એક 90 વર્ષના સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. 90 વર્ષના સિનિયર સિટીઝનને સાયબર ફ્રોડ આચરનારા ઈસમોએ ફોન કરીને પોતે CBI, ED, તેમજ મુંબઈ પોલીસના અધિકારી બોલતા હોવાની ખોટી ઓળખ આપીને વૃદ્ધે મુંબઈથી ચાઇના મોકલેલ કુરિયર પાર્સલમાંથી 400 ગ્રામ ડ્રગ્સ તેમજ અન્ય વસ્તુ મળતા મનીલોન્ડ્રિંગનો કેસ થયો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ સાયબર ગઠિયાઓએ સિનિયર સિટીઝનને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા તેમજ ઈડીના લોગો વાળા બોગસ લેટર મોકલીને ધરપકડ કરવાની ધમકી આપી હતી અને 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યું હતું અને ત્યારબાદ આ કેસમાંથી બચવા માટે અને ઘરના સભ્યોને પણ એરેસ્ટ ન કરવા માટે સિક્યુરિટી ડિપોઝિટ તરીકે ફરિયાદી પાસેથી એક કરોડ 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

એકાઉન્ટ નંબરના આધારે તપાસ

આ બાબતે સિનિયર સિટીઝ અને 29/10/2024ના રોજ સાયબર સેલના હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ સુરત સાયબર સેલ દ્વારા આ બાબતે વધુ તપાસ કરવામાં આવી હતી. સુરત સાયબર સેલ દ્વારા પૈસા જે બેન્કોમાં ટ્રાન્સફર થયા છે તેની જરૂરી વિગત એકત્રિત કરવામાં આવી હતી અને ત્યારબાદ એકાઉન્ટ નંબરોના આધારે ટેકનિકલ સર્વેલન્સ કરીને સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. 

આ પાંચ દબોચાયા

આ 5 ઈસમોમાં સુરત ગ્રામ્યના માંકણા ગામમાં આવેલ શિવવાટિકા સોસાયટીમાં રહેતો રમેશકુમાર કાતરીયા, માકણા ગામ શિવસમરાથળ સોસાયટીમાં રહેતો ઉમેશ જીંજાળા, વાલક પાટીયા ચોકડી નજીક ગીતાંજલી રો હાઉસમાં રહેતા નરેશ સુરાણી, કતારગામના નારાયણ નગર પાસે આવેલ મણીનગરમાં રહેતા રાજેશ દિહોરા તેમજ કઠોદરાના શિવ પેલેસની શુકનવેલી રેસીડેન્સીમાં રહેતા ગૌરાંગ રાખોલીયાની ધરપકડ કરી છે. આ ઉપરાંત કંબોડિયા ખાતે રહેતા પાર્થ ઉર્ફે મોડલ ગોપાણીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આ આરોપીઓ પાસેથી પોલીસને 9 મોબાઈલ , vodafone idea તેમજ airtel કંપનીના 28 સીમકાર્ડ, અલગ અલગ બેંકના 46 ડેબિટ કાર્ડ, અલગ અલગ બેન્કની 23 ચેકબુક તેમજ 9 લાખ 50000 રૂપિયા રોકડા, 4 લાખની કિંમતની i20 કાર, રોયલ ક્રીએશન પ્રોપરાઇટર નામનો રબર સ્ટેમ્પ, એક્સિસ બેન્ક એકાઉન્ટ ઓપનિંગના 10 ફોર્મ, ફોર બાલાજી એન્ટરપ્રાઇઝ પ્રોપરાઇટર નામનો રબર સ્ટેમ્પ તેમજ ધરતી એન્ટરપ્રાઇઝ પ્રોપરાઇટર નામનો રબર સ્ટેપ મળી આવ્યો છે. તો બીજી તરફ પોલીસે અલગ અલગ બેંકમાં રહેલા 16,61,602 રૂપિયા ફ્રીઝ કર્યા છે. 

28 જેટલી ફરિયાદ નોંધાઈ છે

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર આરોપીઓ પાસેથી મળી આવેલા બેંક અકાઉન્ટમાં અલગ અલગ રાજ્યોમાંથી કુલ 28 જેટલી ફરિયાદો થઈ છે. જેમાં આંધ્ર પ્રદેશમાંથી 5, ઉત્તર પ્રદેશમાંથી 4, પંજાબમાંથી 3, બિહાર મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા અને કેરાલામાં બે બે ફરિયાદ,.ઝારખંડ નાગાલેન્ડ કર્ણાટક તેલંગાણા પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાંથી એક એક ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે. 

રૂપિયા ઉપાડતા ઝડપાયા

આ કેસમાં સૌથી અગત્યની વાત એ છે કે સુરત સાયબર ક્રાઇમ સેલને તપાસ દરમિયાન એવી બાતમી મળી હતી કે ડિજિટલ એરેસ્ટ કરવાના એચડીએફસી બેન્ક કાપોદ્રા ની શાખામાં ફ્રોડના પૈસા ઉપાડવા આવનાર છે અને આ બાતમીના આધારે એચડીએફસી બેન્કમાંથી ફ્રોડના પૈસા ઉપાડવા આવેલા ઈસમને 9,50,000 રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ એક પછી એક આમ કુલ 5 ઈસમોની ધરપકડ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હાલ આ મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.