સુપ્રીમ કોર્ટ બાદ અમદાવાદ સેશન્સ કોર્ટમાં જજ પર જૂતું ફેકાયું, પોલીસે આરોપીની અટકાયત કરી
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ પર એક વકીલે જૂતું ફેકવાની ઘટના બાદ હવે અમદાવાદ સેશન્સ કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ પર એક વકીલે જૂતું ફેકવાની ઘટના બાદ હવે અમદાવાદ સેશન્સ કોર્ટમાં પણ જજ પર જૂતું ફેકવાની શરમજનક ઘટના બની છે. પોલીસે આ ઘટનામાં આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ સેશન્સ કોર્ટમાં જજ પર જૂતું ફેકાયું
અમદાવાદ સેશન્સ કોર્ટમાં એડિશનલ પ્રિન્સિપલ જજ એમ.પી.પુરોહિત પર જૂતું ફેકવાની શરમજનક ઘટના બની હતી. એડિશનલ પ્રિન્સિપલ જજે ફરિયાદની અપીલ કાઢી નાંખતા તેને જજ પર છુટ્ટુ જૂતું ફેક્યું હતું. પોલીસે જૂતું ફેકનાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ પર ફેકાયું હતું જૂતું
દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બીઆર ગવઈ પર શરમજનક હુમલો થયો હતો. સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન CJI પર એક વકીલે જૂતું ફેકવાનો પ્રયાસ કર્યો હતો. જૂતું ફેંકનારો શખ્સ 60 વર્ષીય વકીલ હતો જેનું નામ રાકેશ કિશોર છે. પોલીસે વકીલની અટકાયત કરી હતી. આ મામલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી.આર.ગવઇએ નિવેદન આપ્યું હતું કે, મને આ પ્રકારના કૃત્યોથી કોઇ ફરક પડતો નથી.








