સુરતમાં ઉત્તરાયણ અગાઉ બાઈક ચાલકના ગળે બંધાયા સેફ્ટી બેલ્ટ, ટ્રાફિક ડીસીપીએ કહ્યું-15મી પછી હેલ્મેટ ફરજિયાત
સુરતમાં ઉત્તરાયણ અગાઉ બાઈક ચાલકના ગળે સેફ્ટી બેલ્ટ બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અઠવાલાઈન્સ

સુરતમાં ઉત્તરાયણ અગાઉ બાઈક ચાલકના ગળે સેફ્ટી બેલ્ટ બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અઠવાલાઈન્સ ચોપાટી પાસે સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બાઈક ચાલકોને નેક બેલ્ટ બાંધવામાં આવ્યાં હતાં. સાથે જ ઉત્તરાયણ પર્વ પહેલા સુરક્ષા રાખવા અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ ટ્રાફિક ડીસીપીએ હેલ્મેટ પહેરવા અંગે પણ ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ સુરતના ડુમસની 2500 કરોડની જમીનનો કેસ, તપાસ CID ક્રાઈમના PIની જગ્યાએ કરશે Dysp
વાહનચાલકોને સુરક્ષિત રાખવા પ્રયાસ
સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા કહેવાયું કે, સુરત પોલીસ કમિશનર કમિટીના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે પણ “ઉત્તરાયણ સેફ્ટી વીક”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્ર્મની પ્રારંભિક ઉજવણી અઠવાગેટ ચોપાટી સર્કલ ખાતે જાગૃતિ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાયણ દરમિયાન નાગરિકોની સલામતી વધારવું અને સાવચેતી માટે જરૂરી સાધનો પ્રદાન કરવાનું છે. કુલ 50 હજાર જેટલા નેક બેલ્ટ વિતરણ અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે.
હેલ્મેટ ફરજિયાત કરાશે
ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે, સુરક્ષા સહુની જવાબદારી છે. આજે નેક બેલ્ટ બાંધીને લોકોને ઉત્તરાયણમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તેની સમજ અપાઈ છે. હાલ હેલ્મેટની ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં લોકોને 15 ફેબ્રુઆરી સુધીમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાની જાગૃતિ ફેલવવામાં આવી રહી છે. જો ત્યારબાદ હેલ્મેટ વગરના વાહનચાલકોને પહેલીવાર 500 રૂપિયા અને ત્યારબાદ 1000 રૂપિયા દંડ કરવામાં આવશે. આ દંડ જનજાગૃતિ માટે છે કારણ કે, દર વર્ષે સૌથી વધુ અકસ્માતનો ભોગ બનનારા પર હેલ્મેટ ન હોવાનું સામે આવ્યું છે.








