Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : land case worth Rs 2500 crore, Dysp will investigate instead of PI

સુરતના ડુમસની 2500 કરોડની જમીનનો કેસ, તપાસ CID ક્રાઈમના PIની જગ્યાએ કરશે Dysp

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરતના ડુમસની 2500 કરોડની જમીનનો કેસ, તપાસ CID ક્રાઈમના PIની જગ્યાએ કરશે Dysp

સુરતમાં સરકારી કર્મચારીઓની મીલીભગતથી ડુમસ, વાટા અને ગવિયરના ખેડૂતોની 2500 કરોડની જમીનમાં 351 જેટલા બોગસ પ્રોપટી કાર્ડ બનાવવાનું રેકેટમાં સીઆઇડી ક્રાઇમના પીઆઈ પાસેથી તપાસ આંચકી લેવાઈ છે. હવે આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપી કેપ્ટનને સોંપવામાં આવી છે. બીજી તરફ ફરિયાદીએ રક્ષણ માગ્યુ છે.

App Store

આ પણ વાંચોઃ દીપડાએ લૂંટી તંત્રની આબરું! મહુવામાં ખખડધજ પાંજરું તોડીને નાસી ગયેલા હિંસક પ્રાણીથી ભયનો માહોલ

ફરિયાદીએ માગ્યુ રક્ષણ

સાયલન્ટ ઝોનની આ જગ્યા ટીપીમાં આવ્યા પછી 40 ટકા સરકાર કપાતમાં લેતી હોય છે. જો કે બિલ્ડરોએ 40 ટકા કપાતની જગ્યા પર પ્લોટ પાડી બારોબાર વેચી મારી સરકારને કરોડોની રકમનો ચૂનો ચોપડી દીધો હતો. ફરિયાદી આઝાદે પોતાના જીવને જોખમ હોવાથી સીઆઈડી પાસે રક્ષણ માગ્યું છે.

પાલિકામાં વેરાબીલ બનાવાયું

​​​​​​​સાયલન્ટ ઝોનવાળી જગ્યામાં બોગસ પ્રોપટી કાર્ડ પાલિકામાં વેરાબીલ બનાવી પાણીની લાઇન અને લાઇટનું કનેકશન ડીજીવીસીએલમાંથી મેળવ્યું હોવાની વાત છે. ખરેખર તો આ બાબતે પાલિકા અને ડીજીવીસીએલ તપાસ કરાવે તો સાચી હકીકતો સામે આવી શકે છે. એટલું જ નહિ કેટલાક પ્લોટો પર બંગલા બાંધી તેના પર બેંકમાંથી લોન પણ લેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.