મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના DILR કચેરી લેન્ડ રેકોર્ડના નિવૃત ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ભેરવાયા, આવક કરતાં આટલી મળી વધુ મિલકત

સુરતના DILR કચેરીમાં લેન્ડ રેકોર્ડના તત્કાલિન ડિસ્ટ્રિકટ ઈન્સ્

સુરતના DILR કચેરી લેન્ડ રેકોર્ડના નિવૃત ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ભેરવાયા, આવક કરતાં આટલી મળી વધુ મિલકત

સુરતના DILR કચેરીમાં લેન્ડ રેકોર્ડના તત્કાલિન ડિસ્ટ્રિકટ ઈન્સ્પેકટર ધરપકડ કરવામાં આવી છે. આવક કરતાં 128.75% વધારે અપ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સુરત ડીઆઇએલઆર કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામેગેરકાયદે મિલકતો ખરીદી હતી. આવકના પ્રમાણમાં 128.75%થી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે. ACBએ આલમસિંગની 56.96 લાખની આવક સામે 1.30 કરોડનું રોકાણ શોધી કાઢ્યું હતું.

ધનવાન થવા ભ્રષ્ટાચાર

તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા. આરોપી આલમસિંગ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતરસમ અપનાવી ભ્રષ્ટાચારથી નાણા મેળવી તે નાણાનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયા હતા.

1.30 કરોડનું રોકાણ મળ્યું

આરોપી આલમસિંહ એ પોતાની કાયદેસરની આવક 56,96,102ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિજનોના નામે કુલ રોકડ અને ખર્ચ 1,30,99,282 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયા હતા. આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં 73,33,658ની વધુ સંપત્તિ વસાવેલાનું તપાસમાં જાણવા મળ્યું હતું, જે તેઓની આવકના પ્રમાણમાં 128.75%થી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે. 

આ સમાચાર શેર કરો