Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Motavada student suicide case: Suspended principal Sachin Vyas appeared before the police

મોટવડા વિદ્યાર્થી આપઘાત કેસ : સસ્પેન્ડેડ આચાર્ય સચિન વ્યાસ પોલીસ સમક્ષ થયા હાજર

Timeછેલ્લું અપડેટ : 09 Nov 2024
લાઇવ ટીવીGoogle News
મોટવડા વિદ્યાર્થી આપઘાત કેસ : સસ્પેન્ડેડ આચાર્ય સચિન વ્યાસ પોલીસ સમક્ષ થયા હાજર

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મોટવડામાં આવેલી સરકારી શાળામાં ધોરણ-11ના વિદ્યાર્થી ધ્રુવિલ વરુના આપઘાતના કેસમાં શાળાના આચાર્ય તેમજ  બે શિક્ષિકાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટના બાદથી આ ત્રણેય ફરાર થઈ ગયા હતા, જેમને શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કર્યા હતા. મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે સચિન વ્યાસ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યાની  દુષપ્રેરણની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હવે મોટવડા શાળાના સસ્પેન્ડેડ આચાર્ય સચિન વ્યાસ પોલીસ સમક્ષ હાજર થયા છે. 

App Store

આ પણ વાંચો : જામનગરના કાલાવડના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ, 5 લોકો ઈજાગ્રસ્ત

મેટોડા GIDC  પોલીસ સમક્ષ હાજર થયા આચાર્ય 

મોટવડા શાળાના સસ્પેન્ડેડ આચાર્ય સચિન વ્યાસ  મેટોડા GIDC  પોલીસ સમક્ષ હાજર થયા છે.  પોલીસ ધરપકડથી બચવા આચાર્ય સહિતના આરોપીઓ દ્વારા નીચલી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જો કે ગત 25 ઓક્ટોબરના રોજ આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.  સમગ્ર મામલે હજુ બે સસ્પેન્ડેડ શિક્ષકોની શોધખોળ શરૂ છે. 

આચાર્ય અને શિક્ષિકાઓ પર આરોપ લગાવી વિદ્યાર્થીએ કરી હતી આત્મહત્યા 

લોધીકા તાલુકામાં આવેલી મોટવડા માધ્યમિક શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધ્રુવિલ વરૂએ વીડિયો બનાવી આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીએ 2 પાનની સુસાઇડ નોટ પણ લખી અને આપઘાત પહેલા સેલ્ફી વીડિયો બનાવી શિક્ષક પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.  સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું : 

“આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા

મમ્મી અને પપ્પા મારો કોઈ વાંક નહોતો તોઈ મારી ટીચરે મારી સાથે…. મેં સાબિત કરીને બતાવ્યું કે પેપર મેં નથી લખ્યું તો પણ તેણે પોલીસની ધમકી આપી અને મારા પેપરમાં ચોકડા માર્યા. અને આવું પહેલીવાર નથી કર્યું. કાલે મેં તેના હાથમાં પેપર આપ્યું હતું તો પણ તેણે મને પોલીસની ધમકી આપી. B.A.ના પેપરમાં બધું સાચું લખ્યું હતું તો પણ કોઈની સાથે ન કર્યું અને મારી સાથે જ આવું કર્યું. મારે 25માંથી 23 માર્ક આવ્યાં હતા તો પણ મારી સાથે તેણે આવું કર્યું. 

મમ્મી મેં આજે આ પગલું ભર્યું ન હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત. એટલે મેં આ પગલું ભર્યું છે. 

જો મમ્મી હું સાચું કહું છું, મારા સમ ખાઈને કહું છું કે પેપર મેં ન નથી લખ્યું. મેં સરને ખુબ સમજાવ્યાં, પણ તેમણે મારા પર પોલીસ કેસ કરવાનો છે એમ કહ્યું તેથી મેં આ પગલું ભર્યું છે. 

મમ્મી મારા ભાઈબંધ ઝાલા ધ્રુવ અને અક્ષયરાજ સાથે પણ એકમ કસોટીમાં આવું કર્યું હતું, પણ આમાં સોલંકીસર મારી સાથે હતા. પણ મોસમી મેડમ, સચિનસર અને વિભૂતિ મેડમે જ મારી સાથે આવું કર્યું. મમ્મી (નામ અવાચ્ય) મારા ભાઈ જેવો છે, માટે તું તેને તારો દીકરો માની લેજે. સાહિલ, રામ આ બધા મારા મિત્રો તેમણે મારો સાથ આપ્યો. પેલા પણ તેણે આવું કર્યું હતું માટે તું તેને મમ્મી …

આઈ લવ યુ મોમ એન્ડ પાપા એન્ડ ધવલ માય પરિવાર …બધા ખુશ રહેજો. 

તારો દિકરો ધ્રુવિલ

મારા ગુરુ સોલંકી સર છે, તેમણે મારો સાથ આપ્યો હતો.”