Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Firing over bursting of firecrackers in Haripar Mewasa village of Kalavad

કાલાવડના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ, 5 લોકો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 09 Nov 2024
લાઇવ ટીવીGoogle News
કાલાવડના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ, 5 લોકો ઈજાગ્રસ્ત

જામનગરમાં થોડા દિવસ પહેલા   ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી, તો હવે  કાલાવડમાં ફટાકડા ફોડવા જેવી બાબતે ફાયરિંગની ઘટના ઘટી છે, જેમાં એક જ પરિવારના 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

App Store

4 શખ્સોએ પરિવાર પર કર્યું ફાયરિંગ 

કાલાવડના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા બાબતે ગામના 4 શખ્સોએ એક પરિવાર પર ફાયરિંગ કર્યું હતું. આ બનાવમાં હાલાણી પરિવારનું એક બાળક સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

બનાવ બાદ કાલાવડ પોલીસ હરીપર મેવાસા ગામે પહોંચી હતી. પોલીસ દ્વારા હુમલાખોર વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

જામનગરમાં અગાઉ ફટાકડા ફોડવા બાબતે થઇ હતી જૂથ અથડામણ

જામનગરમાં શહેરમાં 1 નવેમ્બરે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવા બાબતે બે પરિવારોના જૂથ વચ્ચે અથડામણ અને પથ્થરમારો થયો હતો.  જૂથ અથડામણની આ ઘટનામાં એક જૂથના 3 અને બીજા જૂથના 4 એમ કુલ 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હલાતે જી.જી. સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.