સુરતમાં ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો પૂર્વાયોજિત કાવતરું? નજીકની બિલ્ડીંગ-છત પર અગાઉથી હતા પથ્થર
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયો હતો. 8 સપ્ટેમ્બર 2024 ના રોજ ગણપતિ પંડાલ

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયો હતો. 8 સપ્ટેમ્બર 2024 ના રોજ ગણપતિ પંડાલ પર પથ્થરો ફેંકાતા સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પર હિંસાની ઘટના બની હતી. આ સમયે રાત્રે અચાનક જ અડધી કલાકમાં ચોકીના નજીકના બિલ્ડીંગની આગાસી બાલકની સહિત અન્ય જગ્યાઓથી પથ્થરમારો શરૂ થયો હતો.
સવાલોના જવાબ મેળવવા તપાસ
પથ્થરમારો થયો તે પોલીસ ચોકીના 300 મીટરના વિસ્તારમાં ક્યાંક પણ બાંધકામ કરવામાં આવી રહ્યું નથી. તો લગભગ 600 થી વધુ ઈટ અને પથ્થર ગણતરીની મિનિટમાં આ સ્થળ પર આવ્યા ક્યાંથી??? આ અંગે લાલગેટ પોલીસ તપાસ કરી રહી છે. ઘટના સ્થળ પાસેથી મળી આવેલા પથ્થર અને ઈંટોની વિડીયોગ્રાફી કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં પથ્થર અને ઈંટો જોઈ પોલીસ માની રહી છે કે આ હિંસાની ઘટનામાં સુનોયોજિત કાવતરું હોઈ શકે.
12ની સઘન પૂછપરછ
પોલીસ ચોકી નજીક પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા અલગ ટીમ બનાવીને સતત તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ આ હિંસા પ્રવૃત્તિ મામલે 200 થી વધુ લોકોની શોધખોળ કરી રહી છે. આ તમામ લોકો પોલીસના વિડીયોગ્રાફર અને સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. 23 આરોપીમાંથી 12 જેટલા આરોપીઓ એવા છે, જેમની સધન પૂછપરછ પોલીસ દ્વારા સતત કરવામાં આવી રહી છે.
આજે કોર્ટમાં રજૂ કરાશે
રિમાન્ડ દરમિયાન અનેક પ્રશ્નો તેમને પૂછવામાં આવી રહ્યા છે. પોલીસ માની રહી છે, કે તેમના દ્વારા મેસેજ વાયરલ કર્યા હતા મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હશે. તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આજે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.








