મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હોળી-ધુળેટીના તહેવારને લઈને પોલીસ એકશન મોડમાં, સુરતમાં પોલીસે કાંકરીચાળો ન થાય તે માટે યોજ્યું કોમ્બિંગ

સુરતમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. હોળી

હોળી-ધુળેટીના તહેવારને લઈને પોલીસ એકશન મોડમાં, સુરતમાં પોલીસે કાંકરીચાળો ન થાય તે માટે યોજ્યું કોમ્બિંગ

સુરતમાં તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. હોળી ધુળેટીમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ ન થાય તે માટે સુરત પોલીસ એકશનમાં આવી ગઈ છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ યોજવામાં આવ્યું હતું. હોળી ધુળેટીના તહેવારમાં કાંકરીચાળો ન થાઈ તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. 

વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ

લોકો શાંતિપૂર્ણ રીતે હોળીની ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જાહેરમાં લોકો પર કલર અને ફુગ્ગા ન મારવા પણ અપીલ કરવામાં આવી છે.તમામ હિસ્ટ્રી શીટરોના MCR ચેક કરવામાં આવ્યા છે. પોલીસ જવાનોએ વિવિધ વિસ્તારોમાં ફરીને પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરીને સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પ્રયાસ હાથ ધર્યો છે.

સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

ડીસીપી વિજય ગુર્જરે કહ્યું કે, હોળી ધુળેટીના તહેવારને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વેહિકલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પીસીઆર વાનની સાથે સાથે બાઈક પર પોલીસના જવાનો નીકળ્યાં હતાં. સાથે જ હોળી ધુળેટીના દિવસે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો