સુરેન્દ્રનગરમાં કથળતી કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પોલીસ વિભાગે યોજી સ્પેશિયલ કોમ્બિંગ
સુરેન્દ્રનગર શહેરમાં કથળતી કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે પોલીસ વિભા

સુરેન્દ્રનગર શહેરમાં કથળતી કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે પોલીસ વિભાગે કોમ્બિંગ યોજી હતી. જેમાં રતનપર વિસ્તારમાં ધાડ અને પથ્થરમારાની ઘટનામાં 13 ઇસમોની પોલીસે અટકાયત કરી છે. જાહેર કેબીનોમાંથી આ ઈસમોના ધારદાર શસ્ત્રો મળી આવ્યા હતા. જેને પગલે સિટી પોલીસ સ્ટેશનમાં પોપટપરા અને રતનપર વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ યોજી હતી.
આ પણ વાંચો : ચાંદખેડાની SMS હોસ્પિટલમાં ઓપરેશન બાદ વૃદ્ધનું મોત, પરિવારના આક્ષેપ સામે હોસ્પિટલે કહ્યું,'જે થાય તે કરી લો'
લોકલ ક્રાઇમ બ્રાન્ચ સિટી પોલીસ અને સ્થાનિક પોલીસ આ કોમ્બિંગમાં જોડાઈ હતી. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગયા બાદ પોલીસ સફાળી જાગી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. અવાજ વાળા સાઇલેન્સર ધરાવતા વહાનો જપ્ત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાંથી અવારનવાર લુખ્ખા તત્વોના આતંક સામે પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.




