સુરતમાં પોલીસ કોન્સ્ટેબલને નડ્યો અકસ્માત, નોકરીથી ઘરે જતી વખતે જ મળ્યું મોત
સુરતમાં અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે આ અકસ્માતોનો ભોગ સામાન્ય લોકોની

સુરતમાં અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે આ અકસ્માતોનો ભોગ સામાન્ય લોકોની સાથે સાથે લોકોની સુરક્ષા કરતાં પોલીસ પણ બની રહ્યાં હોવાનું સામે આવ્યું છે. સચિન ઓવર બ્રિજ ઉપર એક અકસ્માત સર્જાયો હતો. જેમાં નોકરી પરથી ઘરે જઈ રહેલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા
વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા નોકરી પરથી ઘરે જઈ રહ્યાં હતાં. આ દરમિયા તેમને સચિન ઓવર બ્રિજ પર અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં રાજુભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. જેથી તાત્કાલિક તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, તેમનું મોત નીપજ્યું હતું.
ટૂંકી સારવારમાં મોત
108 એમ્બ્યુલન્સ મારફતે અકસ્માતગ્રસ્ત રાજુભાઈ નાયકાને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા નોકરીની શિફ્ટ પૂર્ણ કરીને ઘરે પરત જઈ રહ્યાં હતાં. ત્યારે અક્સમાતમાં મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.








