છોટાઉદેપુરના દેવહાંટ ગામના બ્રિજ પરની દિવાલ ધરાશાયી, 50 ફૂટનો રોડ સાઈનિંગ બોર્ડ વગર બન્યો જોખમી
હાઈવેની હાલત દિવસે ને દિવસે ખરાઈ થઈ રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થઈ રહેલા હાઈ વે પર દેવહાટ ગ

હાઈવેની હાલત દિવસે ને દિવસે ખરાઈ થઈ રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થઈ રહેલા હાઈ વે પર દેવહાટ ગામ નજીક બ્રિજ પરની પેરાફીટ દિવાલ ધરાશાયી થઈ છે. બે દિવસ અગાઉ દેવહાટ ગામ નજીક બ્રિજની પેરાફીટ દિવાલ ૫૦ ફૂટ જેટલી તૂટી ગઈ છે. જેથી વાહનચાલકો માટે સાઈનિંગ બોર્ડ ન મૂકાયા હોવાથી જોખમ ઉભું થયું છે.
આ પણ વાંચોઃ નસવાડીમાં અધિકારીઓ વિહોણી સબ રજીસ્ટાર કચેરી, અઠવાડિયામાં બે દિવસ પણ નથી થતા કામ
બોર્ડ પણ નથી લગાવાયા
ગુજરાત મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર છોટાઉદેપુર જિલ્લાના દેવહાંટ ગામે બ્રિજની પેરાફીટ કોઈક અકસ્માતના કારણે ધરાશાયી થઈ છે. છેલ્લા બે દિવસથી જોખમી રીતે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે. પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવી છે. સમારકામ તો દૂર કોઈ વોર્નિગ બોર્ડ પણ અહીં લગાવામાં આવ્યું નથી.
અતિ વ્યસ્ત હાઈવે
અતિ વ્યસ્ત હાઇવે ઉપર મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. તેવામાં વાહન ચાલકો વહેલી તકે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે, રાત્રિના સમયે અકસ્માત સર્જાઈ શકે તેવી શક્યતા છે. જેથી વહેલા તબક્કે અહિં અધિકારીઓ મુલાકાત કરીને તપાસ કરે તો કંઈક થઈ શકે છે.








