મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad / સગીર સાથે ચપ્પુ બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, પડોશી સામે ગુનો નોંધાયો

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં 15 વર્ષીય સગીર સાથે ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને સૃષ્ટિ વિરુદ્ધનું આચર્યું હતું. ઘર નજીક રહેતા દીપક ઉર્ફે લાલો પરમાર નામના શખસે સગીરને લલચાવી-ફોસલાવી તથા ચપ્પુનો ડર બતાવી બે અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું.

Ahmedabad / સગીર સાથે ચપ્પુ બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, પડોશી સામે ગુનો નોંધાયો

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં 15 વર્ષીય સગીર સાથે ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને સૃષ્ટિ વિરુદ્ધનું આચર્યું હતું. ઘર નજીક રહેતા દીપક ઉર્ફે લાલો પરમાર નામના શખસે સગીરને લલચાવી-ફોસલાવી તથા ચપ્પુનો ડર બતાવી બે અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિત સગીરના પરિવારને જાણ થતા પિતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

જાણો શું છે સમગ્ર મામલો

અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરતા પરિવારનો 15 વર્ષીય સગીર પુત્ર ઘર નજીક રહેતા દીપક ઉર્ફે લાલો પરમાર સાથે મિત્રતા ધરાવતો હતો. આશરે બે મહિના અગાઉ સગીર જ્યારે અમરાઈવાડી મેટ્રો સ્ટેશન નીચે મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો, ત્યારે આરોપી દીપક તેને લલચાવીને નજીકના સરકારી જાહેર જીમખાનામાં લઈ ગયો હતો. ત્યાં તેણે કિશોરને ડરાવી-ધમકાવીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ત્યારબાદ આરોપીએ કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ભયભીત સગીરે પરિવારને કંઈ જણાવ્યું નહોતું.

ગત 25મી સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે નવ વાગ્યાના સુમારે સગીર સોસાયટીમાં રમી રહ્યો હતો. ત્યારે આરોપી તેને સોસાયટી પાછળ આવેલા એસ્ટેટની અગાશી પર લઈ ગયો હતો. ત્યાં આરોપીએ ચપ્પુ બતાવી ફરીથી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સતત માનસિક ત્રાસ અનુભવી રહેલા સગીરે અંતે હિંમત ભેગી કરીને માતા-પિતા સમક્ષ આપવીતી વર્ણવી હતી. જેથી પરિવારજનોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચી આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો