શેરબજારમાં આવશે ઐતિહાસિક તેજી? મુકેશ અંબાણી લાવ્યા જિયોનો મહા-IPO, અમદાવાદ RoCમાં દસ્તાવેજ જમા!

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા શેરબજાર અને રોકાણકારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કંપનીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (JPL) એ તેના પ્રસ્તાવિત ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે અમદાવાદ સ્થિત રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (RoC), ગુજરાત સમક્ષ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કરી દીધો છે.
જિયો પ્લેટફોર્મ્સના આ આઈપીઓની લાંબા સમયથી બજારમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. RHP ફાઇલ થવાની સાથે જ હવે દેશના આ સૌથી મોટા ડિજિટલ અને ટેલિકોમ જાયન્ટના પબ્લિક ઇશ્યૂનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ પગલાથી કંપની પ્રાથમિક બજારમાંથી જંગી ભંડોળ એકત્ર કરશે, જેને ભારતીય મૂડીબજારના ઇતિહાસના સૌથી મોટા IPO પૈકીના એક તરીકે જોવામાં આવી રહ્યો છે. રિલાયન્સની આ સત્તાવાર જાહેરાત બાદ દલાલ સ્ટ્રીટ અને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે




