Astro Business : શેરબજારમાં તેજી આવશે કે કડાકો? 13 થી 19 ઓક્ટોબર દરમિયાન રોકાણ કરતાં પહેલાં જાણી લો ગ્રહોની ચાલ!

મંગળવાર, તા. 13-10-2026, વિશાખા નક્ષત્ર તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એગ્રો, ફાર્મા, હેવી એન્જિનિયરિંગ અને એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, પીપર, રાયડો, ગુવાર ગમ અને ગુવૈારસીડ પ્રભાવિત થવાની ધારણા છે
બુધવાર, તા. 14-10-2026 અનુરાધા નક્ષત્ર , વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદા તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કોમ્પ્યુટર, આઇટી, પાવર, એનર્જી અને લોજિસ્ટિક સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી એરંડા, મગ, મેન્થા, ધાણા અને જીરું પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરુવાર, તા. 15-10-2026, જ્યેષ્ઠા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની સંભાવના છે. ફૂડ, એફએમસીજી કન્સલ્ટન્સી અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, સરસવ, સોયાબીન, મકાઇ અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 16-10-2026, મૂળ નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફિલ્મ-એન્ટરટેઇનમેન્ટ, કેમિકલ્સ અને ફાર્માના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા તલ, મગફળી, જવ, સરસવ અને કપાસ પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 19-10 2026, ઉ.ષા નક્ષત્ર. મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પીએસયુ, શિપિંગ, એક્સપોર્ટ અને એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા ચણા, કપાસ, જવ, સરસવ અને એરંડા પ્રભાવિત થવાની ધારણા છે.
ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય








