Astro Business : શેરબજારમાં આગામી સપ્તાહે તેજી કે મંદી? ગ્રહોની ચાલથી જાણો કયા સેક્ટરમાં આવશે મોટો ઉછાળો

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
મંગળવાર, તા. 15-09-2026, સ્વાતિ નક્ષત્ર તુલા રાશી
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ઇન્ફ્રા,, એન્જિનિયરિંગ, માઇન, એગ્રો અને પાવર સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર અને એનર્જીમાં ક્રુડ ઓઇલ પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચીલી, પેપર, એરંડા, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે
બુધવાર, તા. 16-09-2026 વિશાખા નક્ષત્ર , તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી અને આઇટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં ધાણા, જીરા, મગ, મેન્થા, અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
ગુરુવાર, તા. 17-09-2026, અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ફૂડ, એફએમસીજી, ડેરી, લોજિસ્ટિક અને પીએસયુ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સરસવ, ચણા, અને સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે.
શુક્રવાર, તા. 18-09-2026, જ્યેષ્ઠા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ફાયનાન્સ, ફાર્મા, એન્ટરટેઇનમેન્ટ અને કેમિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં કપાસ, ચણા, જવ, તલ, મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 21-09- 2026, ઉ.ષા. નક્ષત્ર. ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પીએસયુ, એક્સપોર્ટ, શિપિંગ, લોજિસ્ટિક અને લીકર સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા સરસવ, સોયાબીન, મકાઇ, હળદર અને જવ પ્રભાવિત થવાની ધારણા છે.
ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

