મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજારમાં જબરદસ્ત તેજી: સેન્સેક્સ 600 પોઇન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩ લાખ કરોડનો વધારો

શેરબજારમાં જબરદસ્ત તેજી: સેન્સેક્સ 600 પોઇન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩ લાખ કરોડનો વધારો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુરુવારે ભારતીય શેરબજારમાં સારી એવી તેજી જોવા મળી છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરવાના નિર્ણય અને સ્થાનિક સ્તરે સકારાત્મક સંકેતોના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ભારે સુધારો થયો છે. આજના કારોબાર દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ 600 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 73,860 ની સપાટી વટાવી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી-50 આશરે 175 પોઈન્ટ વધીને 22,875 ની સપાટી સમીપ પહોંચ્યો હતો. આ તેજીના પરિણામે રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 3 લાખ કરોડનો જંગી વધારો થયો છે.

બીજી તરફ, સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં પણ 0.6% સુધીનો સુધારો નોંધાયો હતો. સેક્ટરમાં એનએસઈ એફએમસીજી (Nifty FMCG) આશરે 2% ની તેજી સાથે સૌથી આગળ રહ્યો હતો, જ્યારે આઈટી અને પીએસયુ બેંક શેરોમાં 1% સુધીનો વધારો થયો હતો. અદાણી પોર્ટ્સનો શેર 4% થી વધુ ઉછળ્યો હતો, જ્યારે પાવર ગ્રીડ, કોટક મહીન્દ્રા બેંક, રિલાયન્સ, એચયુએલ, આઈટીસી, ટીસીએસ અને ઈન્ફિસોસ જેવા દિલગજ શેરો 1 થી 3 ટકા સુધર્યા હતા.

બજારમાં તેજી પાછળના મુખ્ય કારણો

યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં

અમેરિકન મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વે અપેક્ષા મુજબ પોતાના વ્યાજદરો 3.9% ની આસપાસ સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારીનું દબાણ હોવા છતાં દર ન વધારવાના નિર્ણયથી વૈશ્વિક અને સ્થાનિક બજારોને મોટી રાહત મળી છે.

એલટીસીજી (LTCG) ટેક્સમાં ઘટાડાની આશા

નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) પર સમીક્ષા ચાલી રહી હોવાના સંકેત બાદ બજારમાં ઉત્સાહ છવાયો છે. વિદેશી બ્રોકરેજ ફર્મ જેફરીઝના મતે જો એલટીસીજીમાં કાપ મૂકવામાં આવશે તો વિદેશી રોકાણકારો (FIIs) ફરી ભારતીય બજાર તરફ આકર્ષાશે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ની લેવાલી

પાછલા કેટલાક સમયથી ભારે વેચવાલી કર્યા બાદ હવે વિદેશી રોકાણકારો ફરી ભારતીય બજારમાં ચોખ્ખા ખરીદદાર બન્યા છે. પ્રોવિઝનલ ડેટા મુજબ બુધવારે એફઆઈઆઈ દ્વારા રૂ. 872 કરોડની ચોખ્ખી ખરીદી કરવામાં આવી હતી. આ પહેલા મંગળવારે પણ તેમણે રૂ. 4,198 કરોડનું રોકાણ કર્યું હતું.ભારતના સુંદર શહેરો

બ્રોડર માર્કેટ અને પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થ

બજારમાં ખરીદી માત્ર મોટા શેરો પૂરતી મર્યાદિત ન રહેતા મિડકેપ અને સ્મોલકેપમાં પણ વ્યાપક રહી હતી. એનએસઈ પર 1,995 શેરોમાં વધારો સામે 1,228 શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જે બજારના મજબૂત વલણને દર્શાવે છે.

આ સમાચાર શેર કરો