સુરતમાં ગુનાખોરી અટકાવવા પોલીસનું કોમ્બિંગ, 100થી વધુ જવાનોએ હિસ્ટ્રીશીટરને ત્યાં કર્યુ સરપ્રાઈઝ ચેકિંગ
સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. ત્યારે વધતા જતાં ક્રાઈમને કન્ટ્રોલ કરવા માટે પોલીસ

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. ત્યારે વધતા જતાં ક્રાઈમને કન્ટ્રોલ કરવા માટે પોલીસ દ્વારા છાસવાર કોમ્બિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં પોલીસના કાફલા દ્વારા રાત્રે 3 વાગ્યાથી ખાસ સરપ્રાઈઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રહેણાંક સહિતના વિસ્તારોમાં હિસ્ટ્રીશીટરની તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં વ્હાઈટ લાઈટ લગાવી વાહન લઈ નીકળ્યા તો આવી બન્યુ, પોલીસ કરી રહી છે આવી કાર્યવાહી
100 પોલીસકર્મી જોડાયાં
પોલીસ આવી એક્શન મોડમાં આવી ગઈ હોય તે રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડિંડોલી પોલીસ દ્વારા ભેસ્તાન સ્લમ આવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘર પર પોલીસ દ્વારા કરાયું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 50થી વધુ હિસ્ટ્રીશીટરની પૂછપરછ કરાઈ હતી. શંકાસ્પદ જગ્યાઓ ચેક કરવામાં આવી હતી. કોમ્બિંગમાં ડીસીપી સહીત 100થી વધુ પોલીસ કર્મી જોડાયા હતાં.
1600 મકાનમાં તપાસ
ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, ડિંડોલી પોલીસ સ્ટેશનના ભેસ્તાન આવાસમાં 3 વાગ્યાથી કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં ઝોનના તમામ પોલીસ સ્ટેશનના 100થી વધુ અધિકારી-કર્મચારીઓ જોડાયા હતાં. 1600 મકાનમાં કોમ્બિંગ કર્યું હતું. જ્યાં હિસ્ટ્રીશીટર સહિતનાના ઘરમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં એરિયલ વ્યૂ માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. વાહન ચેકિંગ પણ કર્યું હતું. કેટલાક લોકોની પૂછપરછ પણ કરી હતી. જે નથી મળ્યા તેની પણ તપાસ કરાશે.








