સુરતમાં વ્હાઈટ લાઈટ લગાવી વાહન લઈ નીકળ્યા તો આવી બન્યુ, પોલીસ કરી રહી છે આવી કાર્યવાહી

સુરતમાં મોટા વાહનો અને ખાસ કરીને કારમાં વ્હાઈટ લાઈટ (બીમ લાઈટ) લગાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ લાઈટો ગેરકાયદે હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે 20 જેટલા વાહનચાલકોને દંડ ફટકાર્યો છે. સાથે જ વ્હાઈટ લાઈટથી ઉભા થતાં ખતરા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃસુરત પાલિકાના ગંદા પાણીના કૌભાંડની ગંધ ગાંધીનગર પહોંચી, કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ
કાર્યવાહીની શરૂઆત
એક તરફ અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે અકસ્માતોને ઘટાડવાના હેતુથી અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે અવેરનેસ લાવવા એક બાજુ પોલીસ દ્વારા કાર્યવાહીની સાથે જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે.DCP ઝોન-4 વિજય સિંહ ગુર્જર અને તેમની ટીમ દ્વારા વાહનોમાં અલગથી લગાવવામાં આવતી વ્હાઈટ પ્રોજેક્ટર લાઈટવાળા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આટલો દંડ કરાયો
વાય જંક્શન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાંઆવી હતી. પોતાના વાહનો ઉપર પ્રોજેક્ટર લાઈટ લગાવીને ફરતા 20 જેટલા વાહન ચાલકો પાસેથી પ્રતિ વાહન પેટે 500 રૂપિયાનો દંડ લેવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. વાઈટ લાઇટને કારણે સામેથી આવતા અન્ય વાહન ચાલકને કઈ દેખાય નહીં અને તેમની આંખો અંજાય જાય તેમજ થોડા સમય સુધી આંખોમાં અંધારું છવાય જાય જેને કારણે એક્સિડન્ટ થવાની સંભાવના અને ખતરો હોય છે. જેથી, પહેલી વાર સુરત શહેરમાં આવા લાઈટ લગાડીને ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

